નવસારીના સુપામાં રૂ. ૪૫૦ કરોડના ખર્ચે ‘દ્રષ્ટીધામ’ રચાશે
- byDamanganga Times
- 27 October, 2026
(અમારા પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ, તા. ૨૬ ઃ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ (લ્સ્ફપ્ વ્શ્વ્યસ્ન્દ્દ) દ્વારા નવસારીના સુપામાં દ્રષ્ટિહીન વ્યકિતઓની આંખોમાં રોશની પ્રગટાવવાના ઘર ઘર દ્રષ્ટિ અભિયાનના પ્રયાસના ભાગરૂપે રૂ.૪૫૦ કરોડના ખર્ચે વૈશ્વિક સ્તરની સુવિધા સભર અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરશે. પિ?મ ભારતની વિશ્વકક્ષાની અત્યાધુનિક નેત્ર હોસ્પિટલના લાભાર્થે આવતીકાલે શહેરના કર્ણાવતી કલબ પાસે આવેલા ઔડા ઓડિટોરિમ ખાતે ‘ઘર ઘર દ્રષ્ટિ – દ્રષ્ટિથી સેવા તરફ’ જાણીતા કલાકાર માયાભાઈ આહિરના હાસ્ય અને સાહિત્યસભર કાર્યક્રમનું આયોજન કર્યું છે. તેમજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર, સુપા ગામ (ગુરૂકુલ), નવસારી ખાતે તા. ૦૫, થી ૧૩ , ડીસેમ્બર-૨૦૨૬ દરમિયાન વિશ્વ વંદનીય, સંત વિભૂતિ, પરમ પૂજ્યશ્રી મોરારી બાપુની ‘શ્રી રામ કથા’નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ(લ્સ્ફપ્ વ્શ્વ્યસ્ન્દ્દ)ના પ્રમુખ ડો. ભાવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં આંખોની તકલીફો ખૂબ જ ઝડપથી વધતી જોવા મળે છે, જેના અનુસંધાને નવસારી જીલ્લાના સુપા ગામ ખાતે આશરે ૧૬ વીઘા જમીનમાં ૨૦૦ બેડ, ૨૧ ઓપરેશન થિયેટર અને ૬૪ બ્ભ્ઝ઼ ધરાવતી અત્યાધુનિક સુપર સ્પેશ્યાલિટિ આઈ હોસ્પિટલ ‘દ્રષ્ટિ ધામ’નું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ ‘દ્રષ્ટિ ધામ’માં આંખના વિવિધ રોગો જેવા કે મોતિયો, ગ્લુકોમા, રેટિના સંબંધિત રોગોના નિષ્ણાત ડૉક્ટરોની સારવાર ઉપલબ્ધ રહેશે. આ ‘દ્રષ્ટિ ધામ’માં વર્ષે અંદાજે ૧,૨૦,૦૦૦ ઓપરેશનો થઈ શકે તેવી સુવિધાઓ હશે. આ હોસ્પિટલનો મુખ્ય હેતુ સમાજના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ અને રાહત દરે અથવા નિઃશુલ્ક નેત્ર સારવાર પહોંચાડવાનો છે.
સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ(લ્સ્ફપ્ વ્શ્વ્યસ્ન્દ્દ)ના સીઈઓ ડો. દિશાંતભાઈ ગાંધીઍ જણાવ્યું હતું કે, સુપા ગામ ખાતે નિર્માણ પામનારા ‘દ્રષ્ટિ ધામ’માં જે લોકો સાવ જોઈ નથી શકતા તેવા નેત્રહીન લોકો માટે પુનર્વસન કેન્દ્ર સ્થાપવામાં આવશે. લ્સ્ફપ્ વ્શ્વ્યસ્ન્દ્દના કર્મયોગી નીરવભાઈ પટેલે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટની વિવિધ સેવાઓ અંગેની માહિતી આપી હતી.
આ સાથે ચશ્મા રથ દ્વારા અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચી માત્ર ૧૦ મિનિટમાં નંબર પ્રમાણેના ચશ્મા આપી લોકોને નવી દ્રષ્ટિ અને સ્પષ્ટ વિઝન આપવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્ના હોવાનું જણાવ્યું હતું.
