હરિયાપાર્કમાંથી વેગનઆર ચોરાઈ
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપીના હરિયાપાર્ક વિસ્તારમાં શ્રીજી ઍન્ક્લેવ બિલ્ડીંગ સામેના ર્પાકિંગમાંથી ઍક મારુતિ સુઝુકી વેગન-આર કારની ચોરી થઈ છે. આ અંગે ડુંગરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી રાજુભાઈ નાનુભાઈ લાડ (ઉ.વ. ૪૩) ઍ જણાવ્યું કે તેઓ છેલ્લા ૧૪ વર્ષથી પરિવાર સાથે હરિયાપાર્ક સ્થિત શ્રીજી ઍન્ક્લેવમાં રહે છે અને સેલવાસની ઍક કંપનીમાં નોકરી કરે છે. તેમણે વર્ષ ૨૦૨૩માં સેકન્ડ હેન્ડ ગ્રે કલરની મારુતિ સુઝુકી વેગન-આર સ્હ્ત્ ગાડી (રજી. નં. ઞ્થ્-૧૫-ખ્ઝ઼-૭૮૨૨) રૂ. ૨,૦૦, ૦૦૦માં ખરીદી હતી અને તેનો ઉપયોગ અંગત કામ માટે કરતા હતા. તા. ૨૩/૧૦/૨૦૨૬ ના રોજ રાત્રે સાડા દસ વાગ્યે તેઓ નોકરી પર જવા નીકળ્યા ત્યારે ગાડી બિલ્ડીંગ સામેના ર્પાકિંગમાં પાર્ક કરેલી હતી. તા. ૨૪/૧૦/૨૦૨૬ ના સવારે સાડા આઠ વાગ્યે નોકરીથી પરત આવીને જોયું તો ર્પાકિંગમાંથી ગાડી ગાયબ હતી. આજુબાજુ શોધખોળ કરવા છતાં ગાડી મળી ન હતી. આખરે તેમણે ડુંગરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે, જેની તપાસ ઍ.ઍસ.આઈ. ચુનાભાઈ મનસુખભાઈ કાકરે કરી રહ્ના છે.
