Damanganga Times.

Damanganga Times.

October 28, 2026

દમણમાં ભાજપાની ખડગેની ટિપ્પણી અંગે વિરોધ રેલી

દમણમાં ભાજપાની ખડગેની ટિપ્પણી અંગે વિરોધ રેલી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૬ ઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગસ્થ પિતાશ્રી અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં દમણમાં ભાજપ દ્વારા વિરોધ રેલી યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશભાઈ અગ્રિયાના નેતૃત્વમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, મહિલા કાર્યકરો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા.

દમણ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ઍકત્રિત થયેલા કાર્યકરોઍ હાથમાં બેનર અને પોસ્ટર લઈને કોંગ્રેસ તથા તેના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ભાજપ કાર્યાલયથી શરૂ થયેલી આ વિરોધ રેલી નાની દમણ બસ સ્ટોપ સુધી પહોંચી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ મહેશભાઈ અગ્રિયાઍ ખડગેની ટિપ્પણીની આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા ૧૨ વર્ષથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દેશમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્ના છે. તેમના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ક્યારેક યુવાનોના નામે તો ક્યારેક વિવિધ આક્ષેપો દ્વારા દેશમાં સત્તા પરિવર્તનનો મુદ્દો ઉઠાવે છે.   મહેશભાઈ અગ્રિયાઍ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસના કાર્યોને લઈને જનતા વચ્ચે જશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્ષ ૨૦૨૯ની ચૂંટણીમાં પણ દેશની જનતા વિકાસની રાજનીતિને સમર્થન આપશે અને કોંગ્રેસ તથા તેના સહયોગી પક્ષોની રાજનીતિને નકારશે.

આ વિરોધ રેલીમાં દમણ-દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી સુનીલ પાટીલ, પ્રદેશ ઉપપ્રમુખ જીતુભાઈ માઢા, ધર્મેશ ચૌહાણ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ, સેલવાસ ગ્રામ્ય જિલ્લા ભાજપ પ્રમુખ દીપક પ્રધાન સહિત દમણના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્નાં હતા.