આહવા–ચિંચલી માર્ગ પર બે કાર વચ્ચે અકસ્માત
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૨૬ ઃ ડાંગ જિલ્લાનાં આહવા–ચિંચલી માર્ગ પર પાંડવા ફાટક પાસે મહારાષ્ટ્ર પાસિંગ નંબર પ્લેટ ધરાવતી બે કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ ઘટનામાં આશરે પાંચ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. અકસ્માત બાદ રાહદારીઓઍ ૧૦૮ ઍમ્બ્યુલન્સ સેવા અને ૧૧૨ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરીને મદદ માંગી હતી.-ા માહિતી અનુસાર, કાર નંબર પ્ણ્.૧૫.જ્જ્. ૨૧૪૯ આહવાથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી.આ કારમાં સવાર લોકો સુરતની હોસ્પિટલમાં ઍક નાના બાળકની સારવાર કરાવ્યા બાદ મહારાષ્ટ્ર પરત ફરી રહ્ના હતા.બીજી કાર નંબર પ્ણ્.૨૦.ણ્ણ્.૬૮૭૦ મહારાષ્ટ્રથી ડાંગ જિલ્લાના બિલમાળ તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ, બીજી કાર પાંડવા માર્ગ તરફ વળવાની તૈયારીમાં હતી, તે દરમિયાન બંને કાર વચ્ચે ટક્કર થઈ હતી.આ અકસ્માત બાદ ઘટનાસ્થળે હાજર રાહદારીઓઍ તાત્કાલિક ૧૦૮ અને ૧૧૨ ઇમરજન્સી સેવાઓને જાણ કરી હતી. યારબાદ આશરે પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ અંગે ડાંગ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
