દેવસરમાં શરદ પૂર્ણિમાઍ દૂધોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૬ ઃ ભારતીય સનાતન સંસ્કૃતિના પવિત્ર પર્વ શરદ પૂર્ણિમા નિમિત્તે બીલીમોરા નજીક આવેલા સપ્રસિદ્ધ દેવસર નવનાથ ધામ ખાતે ભક્તિભાવપૂર્વક પરંપરાગત ‘દૂધોત્સવ’ ઉજવાયો હતો. શરદ પૂનમની રાત્રે ચંદ્રના અમૃત સમાન કિરણોના વિશેષ મહત્ત્વ વચ્ચે મંદિર પરિસરમાં ૩,૫૦૦ લિટર દૂધનો આરોગ્યવર્ધક મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. સવારથી જ ઉમટી પડેલા હજારો ભાવિક ભક્તોઍ રાત્રે ૧૨ વાગ્યા સુધી રાસ-ગરબા અને ભજન-કીર્તનની રમઝટ બોલાવી વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. મધ્યરાત્રિઍ ચંદ્રના શીતળ કિરણો તળે નવનાથ ધામના ગાદીપતિ પૂ. છોટેદાદા દ્વારા શાબરી મંત્રોચ્ચારણ સાથે દુર્લભ જડીબુટ્ટીઓ મિશ્રિત આ ઔષધિયુક્ત દૂધ પ્રસાદ સિદ્ધ કરાયો હતો, જેને ગ્રહણ કરી ભક્તોઍ ધન્યતા અનુભવી હતી. વિશ્વભરમાં અનોખી ઓળખ ધરાવતા અને છેલ્લા ૬૦ વર્ષથી ઉજવાતા આ દૂધોત્સવને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પણ ગૌરવવંતું સ્થાન મળેલું છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા અનુસાર શાબરી મંત્રોથી અભિમંત્રિત આ દૂધના સેવનથી શારીરિક વ્યાધિઓ, કષ્ટો અને અસાધારણ રોગોમાંથી મુક્તિ મળે છે. આ મહોત્સવ નિમિત્તે નવનાથ ધામમાં વિશેષ રીતે તૈયાર થતી શુદ્ધ અને સાત્વિક ઘારીનો પ્રસાદ પણ ભક્તોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર રહ્ના હતો. મોડી રાત સુધી ચાલેલા આ દિવ્ય ઉત્સવમાં સમગ્ર પંથકમાંથી આવેલા હજારો શ્રદ્ધાળુઓઍ દર્શન અને પ્રસાદનો લાભ લઈ આધ્યાત્મિક શાંતિ મેળવી હતી.
