Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

વાપી મનપામાં વિકાસકાર્યો સમયસર હાથ ધરવા કમિશ્નરની તાકીદ

વાપી મનપામાં વિકાસકાર્યો સમયસર હાથ ધરવા કમિશ્નરની તાકીદ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરી (ત્ખ્લ્)ની અધ્યક્ષતામાં આજે સાંજે ૪ વાગ્યે મહાનગરપાલિકાના તમામ વિભાગીય અધિકારીઓની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ આગામી આયોજન હેઠળનાં વિકાસકાર્યોને પ્રાથમિકતા આપીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મ્યુનિસિપલ કમિશનર ઍન.ઍફ. ચૌધરીઍ સંબંધિત વિભાગોના કામોની સમીક્ષા કરી આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ વિકાસકાર્યો માટે સમયસર ડીપીઆર (વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ) તૈયાર કરવા સૂચના આપી હતી. સાથે જ, વિકાસકાર્યોના આયોજનથી લઈને તેના અમલીકરણ સુધીની પ્રક્રિયાને વેગ આપવા અને તમામ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે વિભાગીય અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શહેરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને કામગીરી હાથ ધરવા તથા આગામી આયોજનનાં કામોને પ્રાથમિકતા આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં બંને નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરીટસિંહ રાણા અને વિશાલ પટેલ સહિત મહાનગરપાલિકાના તમામ સંબંધિત વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.