Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

સેલવાસમાં નાયલોન માંજાની ફેક્ટરી ઝડપાઈ : રૂ. ૬.૨૬ કરોડનો મુદ્દામાલ જ

સેલવાસમાં નાયલોન માંજાની ફેક્ટરી ઝડપાઈ : રૂ. ૬.૨૬ કરોડનો મુદ્દામાલ જ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૬ ઃ નાગપુર ગ્રામ્ય પોલીસે બુધવારે દાદરા અને નગર હવેલીમાં પ્રતિબંધિત નાયલોન માંજાનું ઉત્પાદન અને પેકિંગ કરતી કથિત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં મશીનરી, કાચો માલ અને તૈયાર ઉત્પાદનો સહિત રૂ. ૬.૨૬ કરોડનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો. ફેક્ટરીમાં અલગ-અલગ બ્રાન્ડનાં નામે નાયલોન માંજાનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરી સીલ કરી છે, જ્યારે તેના માલિકો અને સંચાલકો ફરાર હોવાનું જણાવાયું છે.
નાગપુર ગ્રામ્યના પોલીસ અધિક્ષક હર્ષ ઍ. પોદ્દારે જણાવ્યું હતું કે સિલવાસાના સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ કરાયેલા મુદ્દામાલમાં માંજો બનાવવાની, રીલ તૈયાર કરવાની અને પેકિંગ કરવાની મશીનરી, તૈયાર રીલ, કાચો માલ, પાઉડર, પેકિંગ સામગ્રી તથા રબરની મહોરોનો સમાવેશ થાય છે. સ્થાનિક અદાલતની મંજૂરી મેળવ્યા બાદ આ મુદ્દામાલ નાગપુર લઈ જવાને બદલે સિલવાસામાં જ નષ્ટ કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસની તપાસ ૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ શરૂ થઈ હતી. તે સમયે કલમેશ્વર પોલીસ મથકની હદમાં આવેલા ગોંડખૈરી ગામના લોજિસ્ટિક્સ યાર્ડમાંથી રૂ. ૧૪.૪૦ લાખની કિંમતની ૧,૨૦૦ પ્લાસ્ટિક રીલ અને રૂ. ૨૦ લાખની કિંમતનો કન્ટેનર ટ્રક જ કરવામાં આવ્યો હતો. ટ્રકચાલક છબિનાથ નિષાદને આરોપી બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક ગુના શાખાની તપાસમાં પ્રતિબંધિત માંજાના ઉત્પાદનનું પગેરું દાદરા અને નગર હવેલીની આ ફેક્ટરી સુધી પહોંચ્યું હતું. ફેક્ટરી બંધ હોવાથી પોલીસે અદાલતની મંજૂરી મેળવી સ્થાનિક વહીવટી તંત્રના સહયોગથી તપાસ હાથ ધરી હતી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (ઍનજીટી)ઍ માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓ માટે જોખમી ઍવા નાયલોન સહિતના બિનજૈવવિઘટનીય કૃત્રિમ માંજાના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ, ખરીદી અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.