Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

વાપી દેવજ્ઞ સમાજ દ્વારા રાસ ગરબા યોજાયા

વાપી દેવજ્ઞ સમાજ દ્વારા રાસ ગરબા યોજાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વદર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી દૈવજ્ઞ સમાજ મિત્ર મંડળ દ્વારા રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ગત રોજ તા. ૨૪-૧૦-૨૦૨૬, શનિવારના રોજ શ્રી રંગ દૈવજ્ઞ ભવન, વાપી ખાતે રાત્રે ૮ વાગ્યાથી ગરબાનો પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ-બહેનોઍ પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહી માં ની આરાધના કરી હતી. આ પ્રસંગે શ્રી દૈવજ્ઞ સમાજ આયોજિત ફેન્સી ડ્રેસ સ્પર્ધા ૧ થી ૭ અને ૮ થી ૧૪ વર્ષ અને આરતી ડેકોરેશન સ્પર્ધા ૧૫ વર્ષથી ઉપરની યોજાઈ હતી. બાળકોઍ વિવિધ વેશભૂષામાં અને મહિલાઓઍ ઇકો-ફ્રેન્ડલી સામગ્રીથી શણગારેલી આરતી થાળીઓથી સૌનું મન મોહી લીધું હતું. ફેન્સી ડ્રેસમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા મંડળના હોદ્દેદારોઍ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે અલ્પાહાર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.