વાપીના મુખ્ય બજારમાં પાર્કિંગની સુવિધાથી ટ્રાફિક સમસ્યા હળવી થશે
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ વાપીના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી માર્કેટની બાજુમાં આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં કાર અને બાઈક ર્પાકિંગ માટે પાટા પાડીને વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને વાહનો પાર્ક કરવામાં સરળતા રહેશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થવાની આશા છે. પ્રા વિગતો મુજબ, વાપીના મુખ્ય બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકો દ્વારા રસ્તા પર આડેધડ કાર અને બાઈક પાર્ક કરવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. બીજી તરફ, રસ્તા પર વાહનો પાર્ક કરવાને કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનો લોક કરી દેવા સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોવાથી ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાના ઉકેલ માટે વેપારી ઍસોસિઍશન, કેટલાક દુકાનદારો તેમજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા વાપી મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને પગલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા મુખ્ય બજારમાં મહાત્મા ગાંધી માર્કેટની બાજુમાં આવેલી સરકારી ખુલ્લી જગ્યામાં કાર અને બાઈક ર્પાકિંગ માટે પાટા પાડીને વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ ખુલ્લી જગ્યામાં અગાઉથી જ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી નવી વ્યવસ્થા બાદ ખરીદી માટે આવતા ગ્રાહકોને પૂરતી ર્પાકિંગની જગ્યા મળશે કે કેમ તેવો પ્રશ્ન પણ ઊભો થયો છે. ત્યારે બજારમાં ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે ર્પાકિંગની યોગ્ય વ્યવસ્થા જાળવવી જરૂરી બની છે.
