Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરાઈ

વાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા શરદ પૂનમની ઉજવણી કરાઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ સવાપીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા શરદ પૂનમના પાવન અવસરે રાસ ગરબા અને ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ મધુભાઈ માંગુકિયા સહિત સમાજના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહી શરદ પૂનમની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
વાપી અને આસપાસના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. વાપી ખાતે સમાજનું ભવ્ય ભવન આવેલું છે, જ્યાં સમાજના અગ્રણીઓ દ્વારા હિન્દુ ધર્મના વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ જ પરંપરાને આગળ ધપાવતા નવરાત્રી અને દશેરા બાદ તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શનિવારે શરદ પૂનમ નિમિત્તે સાંજે ૬ વાગ્યે રાસ ગરબા અને ભોજન કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત સમાજના પ્રમુખ મધુભાઈ માંગુકિયા તથા અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણી નાનુભાઈ પટેલ, સમાજના માજી પ્રમુખ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા.
શરદ પૂનમના આ ઉત્સવમાં ઉપસ્થિત લોકોઍ પરંપરાગત રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. રાસ ગરબા અને ભોજનના કાર્યક્રમ થકી સમાજના સભ્યો ઍકત્રિત થયા હતા અને પરસ્પર સ્નેહ, ઍકતા તથા સામાજિક સંવાદિતાનો સંદેશ આપ્યો હતો.