વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રાસ-ગરબા મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ, વાપી દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે વાપીના સ્ર્જ્ઞ્ી ઞ્શ્વં્યઁફુ ખાતે આવેલા વ્્યશ્વશ્ ઘ્શ્વજ્ઞ્ણૂત્ત્ફૂદ્દ ઞ્શ્વં્યઁફુ માં ભવ્ય રાસ-ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના અંદાજે ૨૫૦થી ૩૦૦ જેટલા સભ્યોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક ઍકતાના સુંદર સમન્વય સમાન આ કાર્યક્રમ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વાપીના ડી.વાય.ઍસ.પી. બી. ઍન. દવે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. સમાજના પ્રમુખ હાર્દિક મહેતા તથા સમગ્ર ટીમ દ્વારા દવેનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીઓ ચૈતન્યભાઈ ભટ્ટ, મહેશભાઈ પંડ્યા, અગ્નિતભાઈ જાની અને શરદભાઈ ઠાકર તથા સમાજના પૂર્વ પ્રમુખો ચંદુભાઈ પંડ્યા, સંદીપભાઈ દવે, પંકજભાઈ શુક્લ, મિતેશભાઈ ત્રિવેદી, પ્રકાશભાઈ જાની અને ચંદ્રકાંતભાઈ વ્યાસ સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા. સમાજના હરિષભાઈ રાવલ, નિલેશભાઈ ભટ્ટ, મહિલા મંડળનાં પ્રમુખ હેમાબેન વ્યાસ, મંત્રી અલ્પાબેન ભટ્ટ તથા તેમની ટીમે પણ કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજરી આપી હતી.
સમાજના પ્રમુખ હાર્દિક મહેતાઍ ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમાજના સભ્યો અને પરિવારજનોનું સ્વાગત પ્રવચન દ્વારા અભિવાદન કર્યું હતું. રાસ-ગરબાના કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જતિનભાઈ મોનાની અને હિરલ કન્હુરકર પોતાની સેવાઓ આપી હતી. ગરબા રમનાર ભાઈઓ-બહેનો માટે વિવિધ ભેટોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ માટે લાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ ઉપસ્થિતો માટે સ્વાદિષ્ટ ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની હતી. કાર્યક્રમ દરમિયાન સમાજના ટ્રસ્ટી મહેશભાઈ પંડ્યા અને શરદભાઈ ઠાકરે પણ સમાજને સંબોધન કરીને માર્ગદર્શન આપ્યું હતું. સમાજના મંત્રી રજતભાઈ રાવલે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું
તેમજ અંતમાં આભારવિધિ કરી હતી.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ, વાપીની વર્ષ ૨૦૨૫–૨૭ની સમગ્ર કમિટીના સભ્યોઍ ભારે જહેમત ઉઠાવી હતી. સમાજના અગ્રણીઓ, દાતાઓ, સ્પોન્સરો, અને તમામ સ્વયંસેવકોના સહયોગથી શરદ પૂર્ણિમાનો આ રાસ-ગરબા મહોત્સવ યાદગાર બન્યો હતો.
