વલસાડની બીઍપીઍસ સ્કુલ રાજયકક્ષાની રંગોળી સ્પર્ધામાં પ્રથમ
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ અમદાવાદ માં યાજાયેલી રાજ્ય કક્ષાની રંગોળી સ્પર્ધામાં વલસાડની બી.ઍ.પી. ઍસ.સ્વામી નારાયણ વિધા મંદિર અબ્રામાની વિધાર્થિની પ્રથમ આવતા રાજ્ય કક્ષાઍ વલસાડ નું નામ રોશન થયું છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન-સેવા, સુશાસન અને સમર્પણના ૨૫ ગૌરવવંતા વર્ષ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધાઓમાં જિલ્લા કક્ષાઍ પ્રથમ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓ માટે અમદાવાદ ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ હતી.
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત રાજ્ય કક્ષાની રંગોળી સ્પર્ધામાં વલસાડના અબ્રામાં ધરા નગરમાં આવેલી બી.ઍ.પી.ઍસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ગર્લ્સ ઈંગ્લીશ મિડિયમમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની નિતિકા મુનેન્દ્રભાઈ પટેલે રંગોળી સ્પર્ધામાં રાજ્ય કક્ષાઍ પ્રથમ સ્થાન મેળવી શાળા, સંસ્થા અને વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. શિક્ષણમંત્રી રિવાબાબ જાડેજાના હસ્તે ઍવોર્ડ ઍનાયત થયો હતો આ ઝળહળતી સફળતા મેળવવા બદલ વિદ્યાર્થિની નિતિકા પટેલ અને કલાશિક્ષિકા મિતાલીબેન પટેલને આચાર્ય, શાળા મેનેજમેન્ટ તેમજ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
