Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

છરવાડાના હાર્દિકની નેશનલ ડેફ ટી-૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપ માટે પસંદગી થઈ

છરવાડાના હાર્દિકની નેશનલ ડેફ ટી-૨૦ ક્રિકેટ ચેમ્પિયનશીપ માટે પસંદગી થઈ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ તાલુકાના છરવાડા ગામના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર હાર્દિકકુમાર મહેશભાઈ પટેલે રમત જગતમાં વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે. સુરત માં  યોજાનારી આગામી૧૦મી ત્ઝ઼ઘ્ખ્ વ્૨૦ નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ ફોર ડેફ ૨૦૨૬ માટે ગુજરાતની ટીમમાં તેમની પસંદગી કરવામાં આવી છે.
શારીરિક પડકારોને હંફાવીને રમત પ્રત્યે અડગ સમર્પણ અને મહેનત દર્શાવનાર હાર્દિક પટેલની આ સિદ્ધિની નોંધ સમગ્ર પંથકમાં લેવાઈ રહી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલભાઈ પટેલે હાર્દિક પટેલ સાથે ખાસ મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન સાંસદે  હાર્દિકનું શાલ ઓઢાડી તેમજ ક્રિકેટ માટે ઉપયોગી સ્પોર્ટ્સ શૂઝ ભેટ આપીને આત્મીય સન્માન કર્યું હતું. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, હાર્દિક પટેલની આ ઉપલબ્ધિ તેમની અથાક મહેનત અને મજબૂત આત્મવિશ્વાસનું પરિણામ છે, જે અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થશે.
નેશનલ ચેમ્પિયનશિપમાં હાર્દિક ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવી સમગ્ર દેશમાં ગુજરાત અને વલસાડનું નામ ઉજ્જવળ કરે તેવી વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ  તથા  સ્થાનિક અગ્રણીઓ, રમતપ્રેમીઓ અને ગ્રામજનો તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.