વલસાડમાં પૂરના ૩ મહિના બાદ પણ આદિવાસી પરિવારો સહાયથી વંચિત
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ શહેર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ગત ૨૩મી જુલાઈના રોજ સર્જાયેલી પૂરની હોનારતને આજે ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, તંત્રની બેદરકારીના કારણે અસરગ્રસ્તો હજુ પણ કફોડી હાલતમાં જીવી રહ્ના છે. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર ૨ વિસ્તારમાં રહેતા ગરીબ આદિવાસી પરિવારોને આજદિન સુધી કેશડોલ્સ કે ઘરવખરી નુકસાનીની કોઈ સહાય ન મળતાં ભારે રોષ ફેલાયો છે.
વલસાડ જિલ્લાના ઉપરવાસ અને વલસાડમાં ૨૩ જુલાઈના રોજ ભારે વરસાદના પગલે ઓરંગા નદીમાં આવેલા પૂરના કારણે નીકળવાના વિસ્તારોમાં પાણી ભરાતા હજારો લોકોને ભારે નુકસાન થયું હતું. પૂરના પાણી ઉતર્યા બાદ વિસ્તારમાં થયેલ નુકસાન અંગેની સર્વે કામગીરી નગરપાલિકા પાલિકા, મામલતદાર સહિત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેમાં કેટલાક લોકોને થયેલ નુકસાની અંગે રોકડ સહાય ની રકમ ચૂકવી દેવામાં આવી હતી જ્યારે વલસાડ નગરપાલિકા વિસ્તારના પૂરમાં વોર્ડ નં. ૨ ના અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જતાં મોટું નુકસાન થયું હતું. પૂર બાદ તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ગરીબ આદિવાસીઓઍ આધાર-પુરાવા સહિતની તમામ જરૂરી વિગતો સર્વે કરનાર ટીમને જમા કરાવી હતી. તેમ છતાં આજદિન સુધી તેમના ખાતામાં સહાયની ઍક પણ પાઈ જમા થઈ નથી.
અસરગ્રસ્ત પરિવારો વારંવાર કચેરીઓના ધક્કા ખાઈ રહ્ના છે, પરંતુ અધિકારીઓ માત્ર ટાઈમપાસ કરી તેઓને ઍક ટેબલ પરથી બીજા ટેબલે દોડાવી રહ્ના હોવાના ચોંકાવનારા આક્ષેપો થયા છે.
આ સમગ્ર મામલે વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ રાજુ મરચાઍ વહીવટી તંત્ર અને સર્વે કરનારા કર્મચારીઓની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પૂરના ત્રણ-ત્રણ મહિના બાદ પણ ગરીબ આદિવાસીઓને સહાય ન મળવી ઍ તંત્રની ઘોર નિષ્કાળજી દર્શાવે છે. કાગળો જમા કરાવ્યા છતાં પરિવારોને ધક્કા ખવડાવવામાં આવી રહ્ના છે, જે જરાય ચલાવી લેવાય નહીં. પૂરના કારણે સર્જાયેલી તારાજીમાંથી હજુ બહાર ન આવી શકેલા આ પરિવારો હવે સહાય ન મળતાં ભારે ચિંતા અને આર્થિક સંકટમાં મુકાયા છે. સ્થાનિક રહીશોમાં પ્રવર્તતા ભારે આક્રોશને જોતાં, આગામી દિવસોમાં ન્યાય મેળવવા માટે આ પરિવારો નગરપાલિકા, મામલતદાર કે કલેક્ટર કચેરીઍ મોરચો માંડી ઉગ્ર આંદોલન કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.
