વલસાડની કોલેજમાં ફાયર સેફટી તાલીમ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કિશનભાઇ દેસાઈ કોલેજ ઓફ ફાર્મસી કે જે વલસાડ ની સૌ પ્રથમ ફાર્મસી કોલેજ છે તેમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે ફાયર સેફટી તાલીમ યોજાઈ હતી. કોલેજના પ્રાધ્યાપકો દ્વારા વલસાડ ફાયરની ટીમને બોલાવી અલગ અલગ પ્રકારની ફાયરની પરિસ્થિતિમાં કઈ રીતે ધીરજ અને સાવધાનીથી કાર્ય કરીને સ્વબચાવ અને સમાજને કઈ રીતે ઉપયોગી બનવું તે સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દરેક પ્રકિયા પ્રેક્ટિકલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ખ્ગ્ઘ્, ઘ્બ્૨ જેવા બોટલ નો ઉપયોગ અને પાણીના ફોર્સને કે રીતે ઉપર સુધી લઈ જઈ શકાય તે સમજાવ્યું અને કર્યું હતું. આ સમગ્ર આયોજન કોલેજના પ્રાધ્યાપક દુર્ગેશ સિંહ અને કોમલ કનેરિયા દ્વારા ઈનચાર્જ આચર્યા ડો દિતિક્ષા દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સફળ આયોજન બદલ કોલેજના ડાયરેક્ટર ડો. દીપેશ શાહ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
