વલસાડમાં કોળી સમાજ દ્વારા ૨ દિવસીય ગરબા મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 27 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ ૨૦૨૬ નું આયોજન વલસાડની સીબી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તારીખ ૨૧અને ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં શેરી ગરબા ઘોરીયા અને ઝેરૈયાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગરબામાં પ્રથમ ઇનામ ચીચવાડા ગામ બીજું ઇનામ બીનવાડા જય માતા મંદિર મંડળને અને ત્રીજું ઇનામ ચીચવાડા સાસ બહું મંડળને મળ્યું હતું. ઝેરૈયા સ્પર્ધામાં પહેલું ઇનામ પારનેરા પારડીની બહેનો અને બીજુ ઇનામ સેગવી ગામની ખેલાડીઓને પ્રા થયું છે સ્પર્ધામાં માત્ર કોળી પટેલ જ લઈ શકે છે. વર્ષોની પરંપરા જાળવી રાખનાર પારનેરા ગામના લીમડા ચોક ના ખેલૈયા ઘરૈયા કરી ટ્રોફી તેમજ રોકડ ૪,૦૦૦ નો પુરસ્કાર આપ્યો હતો. આ કાર્યક્રમમાં વલસાડ કલેકટર હાજર રહી વિજેતા ખેલૈયાઓને ઇનામ વિતરણ વિતરણ કર્યા હતા અને તેમણે આરતીમાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સૌથી વધુ આકર્ષક કેન્દ્ર બાળ કલાકાર પારનેરા પારડી ના ભૂલકાઓ દ્વારા પોતે ગાઈ ગરબો કરી પ્રેક્ષકના દિલ જીતી લીધા હતા. ધારાસભ્યના નેજા હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મોટી સંખ્યામાં લોકો હાજર રહ્ના હતા મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલ રામુભાઈ પટેલ મંત્રી રોહિતભાઈ પટેલ સહમંત્રી ચંદુભાઈ ખજાનચી કારોબારી સભ્ય જીગીશાબેન પટેલ નીતાબેન પટેલ કલ્પનાબેન પટેલ, કન્વિનિયર યોગેશભાઈ તથા સહ કન્વીન્યર દીપકભાઈ અને કારોબારી સભ્ય પંકજભાઈ ધર્મેશભાઈ મનહરભાઈ તથા નાનુભાઈ પટેલે ભારે જાહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
