Damanganga Times.

Damanganga Times.

October 27, 2026

વલસાડમાં રવિવારી હાટ બજારથી ટ્રાફિકની સમસ્યા વકરી

વલસાડમાં રવિવારી હાટ બજારથી ટ્રાફિકની સમસ્યા વકરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ  દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્ના છે ત્યારે વલસાડ શહેરમાં આવેલી મોટાભાગની દુકાનો ખુલ્લી જોવા મળી હતી. તો બીજી તરફ  વલસાડ શહેરમાં દર રવિવારે ભરાતી પરંપરાગત ‘રવિવારી હાટ બજાર’ હવે સ્થાનિક રહીશો, રાહદારીઓ અને વાહનચાલકો માટે મોટી આફત સમાન બની ગઈ છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ખરીદીનું મોટું કેન્દ્ર ગણાતી આ બજાર શહેરના મુખ્ય રસ્તાઓ પર ભરાતી હોવાના કારણે દર રવિવારે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જાય છે.
રવિવારી બજારના કારણે મુખ્ય માર્ગો ઍટલા સાંકડા થઈ જાય છે કે વાહનચાલકોને પસાર થવા માટે જગ્યા જ મળતી નથી. ઍટલું જ નહીં, રસ્તા પરના કાયમી દુકાનદારો પણ રવિવારે પોતાની દુકાનની બહાર કપડાં, કટલરી અને અન્ય ચીજવસ્તુઓ ગોઠવી દેતા હોવાથી સમસ્યા વધુ ગંભીર બને છે. રસ્તાની બંને બાજુઍ થતા આ આડેધડ દબાણોને કારણે રાહદારીઓને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે.  દર રવિવારે વલસાડના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થવું ઍટલે ટ્રાફિક જામમાં કલાકો સુધી ફસાવું. આ બજાર ગરીબો માટે ઉપયોગી છે, પણ તેના લીધે આખો શહેરનો ટ્રાફિક બંધક બની જાય તે વ્યાજબી નથી.
લાંબા સમયથી ચાલી આવતી આ ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને હવે વલસાડના વાહનચાલકો અને રાહદારીઓઍ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિક લોકોની માગ છે કે વલસાડ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સંયુક્ત રીતે આ મામલે કડક કાર્યવાહી કરે, રવિવારી હાટ બજારમાં ધંધો કરતા વેપારીઓને રોડથી દૂર કોઈ ચોક્કસ જગ્યાઍ બેસાડવામાં આવે,  મુખ્ય માર્ગોને સંપૂર્ણપણે દબાણમુક્ત કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી વાહનવ્યવહાર સુવ્યવસ્થિત ચાલી શકે, ?હવે જોવાનું ઍ રહ્નાં કે જનતાની આ હાલાકીને ધ્યાનમાં લઈને વલસાડ નગરપાલિકા અને પોલીસ પ્રશાસન ક્યારે જાગે છે અને આ ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવે છે.