બાલચોંડી કન્યા વિધાલયમાં ગરબા મહોત્સવ યોજાયો
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા. તા.૨૫ નાનાપોંઢા તાલુકા ના બાલચોંડી સ્થિત ચાલતી અંબેમાતા કન્યા વિધાલય માં નવરાત્રી મહોત્સવના ભાગરૂપે શાળાના ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલ અને શાળા ના આચાર્ય જયદીપભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ઍક દિવસીય ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબે માં ની આરતી - સ્તુતિ થી શાળા પરિસરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ ઉપરાંત વિધાર્થીઓ ઍ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત અવ નવા વેશભૂષામાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઍ ખૂબ ઉત્સાહ સાથે ભાગ દીધો હતો.
