સંજાણની લૂંટમાં ‘ધાર ગેîગ’નો આરોપી ઍમ.પી.થી ઝડપાયો ઃ પાંચ ગુનાનો ભેદ ઉકેલાયો
- byDamanganga Times
- 26 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ ઉમરગામના સંજાણ વિસ્તારમાં રાત્રિના સમયે ઘરમાં ઘૂસી વૃદ્ધ મહિલાને ચપ્પુ બતાવી લૂંટ કરતી ‘ધાર ગેંગ’ના ઍક સાગરીતને વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડ્યો છે. આ સાથે ઉમરગામ, બારડોલી તથા મહારાષ્ટ્ર વિસ્તારના લૂંટ, ઘરફોડ અને વાહન ચોરીના કુલ-૫ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
બનાવની વિગત મુજબ ગત તા. ૨૬/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રે સંજાણ મઝા ટાહેલ ઍપાર્ટમેન્ટ નજીક સંજાણ બંદર નારગોલ રોડ ફરિયાદીના ઘરમાં ત્રણ અજાણ્યા ઇસમો ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષના મધ્યમ બાંધાના ગળામાં કાળું રૂમાલ બાંધેલા અને ૫ ફૂટ જેટલી શરીર પેન્ટ શર્ટ પહેરેલાં ગુજરાતી ભાષા બોલતા ઇસમોઍ ફરિયાદીના બેડરૂમમાં ઘૂસી ચપ્પુ બતાવી મુખે કબાટમાંથી રોકડા રૂ. ૬૦,૫૦૦, ણ્ઝ઼જ્ઘ્ બેંકના પીન સાથેના ખ્વ્પ્ કાર્ડ, બેંક લોકરની ચાવી, આઈફોન-૧૧ અને સોનાની નથણી મળી કુલ રૂ. ૩,૦૭,૫૦૦ ના મુદ્દામાલની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે ઉમરગામ પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાને ઉકેલવા આઇજી પ્રેમવીર સિંહ (ત્ભ્લ્) સુરત વિભાગ અનેઍસપી યુવરાજસિંહ જાડેજા (ત્ભ્લ્) વલસાડની સૂચના અને ન્ઘ્ગ્ ના પીઆઈ જે.યુ. પરમારના માર્ગદર્શન હેઠળ ઍલસીબી ની ટીમે ગુનાવાળી જગ્યા અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ ઍનાલીસીસ હાથ ધર્યું હતું. શંકાસ્પદ ત્રણ ઇસમોની સંડોવણી અને તેઓ ગુનો કર્યા બાદ સંજાણ ખાતેથી મોટરસાયકલ ચોરી ભાગી ગયાની હકીકત મળતા ટીમે વલસાડથી મધ્યપ્રદેશ બોર્ડર સુધીના આશરે ૪૦૦ કિમી.થી વધુ રૂટના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. દરમિયાન મળેલી હકીકત આધારે ધાર ગેંગના આરોપીઓ સુમજી વેરસિંહ મોહનીયા, શુરું બાયસીંગ અનારે, બિલામ વેસ્તા અનારે ત્રણેય રહે. હેટલવાની, થાના-બાગ, તા.કુક્ષી, જી.ધાર, મધ્યપ્રદેશ નાઓ હોવાની હકીકત મળી હતી. જેમાં સુમજી વેરસિંહ મોહનીયા ધારથી ચોરીના ગુનામાં પકડાયો હોવાથી તેને જોલાવા પોસ્ટેથી ટ્રાન્સફર લઈ કબજે મેળવી ઉમરગામના લૂંટના ગુનામાં અટક કરાયો છે. પૂછપરછમાં તેણે ૭ મહિના પહેલા સંજાણના ઍક બંગલામાં બારીમાંથી પ્રવેશી રોકડ, મોબાઈલ અને સોનાના દાગીનાની લૂંટ અને મોટર સાયકલ ચોરી તેમજ ૯ મહિના પહેલા સંજાણના અન્ય ઍક બંગલામાં ચોરી અને બારડોલી તથા મહારાષ્ટ્રના વાડા વિસ્તારમાં બાઈક ચોરીની કબૂલાત કરી છે. પકડાયેલ આરોપીમાં સુમજી વેરસિંહ મોહનીયા, રહે. હેટલવાની, જી.ધાર, મ.પ્ર. વોન્ટેડ આરોપીઓમાં શુરું બાયસીંગ અનારે ,બિલામ વેસ્તા અનારે બંને રહે. હેટલવાની, જી.ધાર, મ.પ્ર.નો સમાવેશ થાય છે
