Damanganga Times.

Damanganga Times.

October 26, 2026

પાટીના ભંગારના ગોડાઉનમાં આગ

પાટીના ભંગારના ગોડાઉનમાં આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૫ ઃ ગણદેવી તાલુકાના પાટીગામે પટેલ ફળિયામાં ચંદ્રિકા માતા મંદિરની સામે આવેલા ભંગારના ગોડાઉનમાં રવિવારે બપોરે અચાનક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી ગઈ હતી. ગોડાઉનમાં રહેલો પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો ભંગાર આગની લપેટમાં આવતાં બળીને ખાક થયો હતો. આગની જાણ થતાં બીલીમોરા ફાયર ફાઇટરની ટીમના દિવ્યેશ, આશિષ, કમલ અને મેહુલ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર ફાઇટરોઍ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળતાં ગ્રામજનોઍ રાહત અનુભવી હતી.