Damanganga Times.

Damanganga Times.

October 26, 2026

વાપી વેસ્ટમાં સીસીટીવી માટે મનપાને પોલીસની દરખાસ્ત

વાપી વેસ્ટમાં સીસીટીવી માટે મનપાને પોલીસની દરખાસ્ત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૫ ઃ  શહેરમાં વધી રહેલી ચોરી, છેડતી અને ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને વાપી ટાઉન પોલીસે પિ?મ વિસ્તારમાં અલગ અલગ પોઇન્ટ ઉપર આશરે ૩૫ થી ૪૦ સીસી ટીવી કેમેરા લગાવવા માટે મહાનગર પાલિકાને દરખાસ્ત મોકલી છે. પોલીસે નામધા, ચંદોર, બલીઠા, સલવાવ, કુંતા, વટાર, ઝંડા ચોક, દમણ રોડ, વિવિધ રિંગ રોડ તેમજ વાપી શહેરના વિવિધ મહત્વના પોઈન્ટ નક્કી કર્યા છે. આ તમામ સ્થળોઍ ભારે વાહન વ્યવહાર, બજાર અને જાહેર સ્થળો આવેલા છે, જ્યાં સતત નજર રાખવી જરૂરી છે. પોલીસનું માનવું છે કે આ કેમેરા લાગ્યા બાદ ગુનેગારો પર સતત નજર રહેશે અને કોઈ પણ બનાવ બન્યા બાદ તાત્કાલિક તપાસમાં મદદ મળશે. મહાનગર પાલિકા દ્વારા આ સીસી ટીવી કેમેરા પી પી પી ઍટલે કે પબ્લિક પાર્ટનરશીપમાં લગાવવામાં આવશે. આ અંગેની કામગીરી ઝડપી બને તે માટે કેમેરાનું સર્વર રૂમ પોલીસ સ્ટેશન નજીક બનાવી આપવાની વિચારણા પણ મનપા દ્વારા કરવામાં આવી રહી છે. જેથી પોલીસને ફૂટેજ જોવા અને સાચવવામાં સરળતા રહે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ નગર પાલિકા સમયે પણ અનેક વખત પોલીસ પાસેથી સીસી ટીવી કેમેરા માટે સૂચનો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ તેના ઉપર કોઈ નક્કર કામગીરી થઈ ન હતી. દરખાસ્તો ફાઈલોમાં જ દબાયેલી રહી હતી. જોકે હવે વાપી મહાનગર પાલિકા બન્યા બાદ આ દરખાસ્ત અમલમાં મૂકાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો આ -ોજેક્ટ પૂર્ણ થશે તો વાપી પિ?મ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોમાં પણ વિશ્વાસ વધશે.