વાપીમાં અનાવિલ સમાજનું સ્નેહમિલન મળશે
- byDamanganga Times
- 24 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ શનિવારે અનાવિલ સ્નેહમિલન સમારંભ અને રાસ ગરબા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. નામધા રોડ, વાપી ખાતે આવેલા બનાવેલ સમાજ હોલમાં સાંજે ૬ઃ૩૦ કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યના નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ અંતર્ગત સાંજે ૭ વાગ્યે ભોજન સમારંભ અને રાત્રે ૮ વાગ્યાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુંબઈથી લઈને વલસાડ અને સંઘ પ્રદેશ દમણથી દાદરા નગર હવેલી સુધીમાં વસતા અનાવિલ સમાજના લોકો ઉપસ્થિત રહેશે .દર વર્ષે અનાવિલ યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તેનો મુખ્ય હેતુ માત્ર અનાવિલ સમાજની ધીકતી સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરવા, જાળવી રાખવા તથા પ્રતિભાની ખીલવણી, ભાઈચારા, સંગઠન જેવા ગુણોને વિકસીત કરવા અને પરિચય કેળવવાના આશયથી આ કાર્યક્રમનું આયોજન અનાવિલ યુવા સંગઠન પરિવાર દ્વારા કરવામાં આવે છે.
