વાપી ગીતાનગરમાં પરિણીતાનો આપઘાત
- byDamanganga Times
- 24 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૩ ઃ વાપીના ગીતાનગર વિસ્તારમાં ઍક પરિણીતાઍ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.પ્રા વિગતો મુજબ ગીતાનગરમાં આવેલા અમર ઍપાર્ટમેન્ટમાં રહેતા મુકેશ વિશ્વકર્માની પત્ની રિતિક્ષા (ઉં.વ. ૨૬) ઍ ગઈકાલે રાત્રે પરિવારજનો સૂઈ ગયા બાદ કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ વાપી ટાઉન પોલીસને કરાતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
