ખડકીના પશુપાલકોની પ્રાંતને રાવ
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૨ ઃ ધરમપુર તાલુકાના ખડકીગામના પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૫૦થી વધુ સભાસદોઍ પોતાની પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે પ્રાંત અધિકારી અને ધરમપુર પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માગ કરી છે. રજૂઆત મુજબ, અગાઉ આલીપુર ખાતે પણ સભાસદોઍ પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. તે દરમિયાન જવાબદાર અધિકારીઍ તેમની વાત સાંભળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે ઉગ્ર બોલાચાલી થતાં સભાસદો ત્યાંથી નીકળી ગયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
