વાપીમાં જનભાગીદારી હેઠળની ૧૯ સોસાયટીઓની દરખાસ્તોને મંજૂરી
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ વાપી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક અધ્યક્ષ સતીશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં શહેરના વિકાસ, જાહેર સુવિધાઓ, વહીવટી વ્યવસ્થા અને કર્મચારીઓના હિતને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં રાજ્ય સરકારની રહેણાંક સોસાયટીઓ માટેની ૭૦-૩૦ જનભાગીદારી યોજના હેઠળ મળેલી કુલ ૧૯ સોસાયટીઓની દરખાસ્તોને મંજૂરી આપી જરૂરી પ્રક્રિયા બાદ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. મહાનગરપાલિકાના સેક્રેટરી વિભાગમાં આઉટર્સોસિંગથી બે ક્લાર્ક અને ઍક પટાવાળાની સેવા મેળવવા તેમજ ફાયર વિભાગમાં કરાર આધારિત ભરતી અંગેની દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, પ્રગતિ હેઠળનાં વિવિધ વિકાસકામોની સમયમર્યાદા વધારવા અંગે ચર્ચા કરી જરૂરી મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં ગુણવત્તાયુક્ત વિકાસકામો સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને સુવિધાઓનો લાભ મળે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો.
બેઠકમાં આગામી તા. ૨૮ ઓક્ટોબરથી ૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ચલા અજીતનગર ખાતે યોજાનારા ૧૦ દિવસીય સ્વદેશી મેળા-૨૦૨૬ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.લોકલ ફોર વોકલઁના સંદેશને પ્રોત્સાહન આપવા યોજાનારા આ મેળામાં વધુમાં વધુ નાગરિકો ભાગ લે તે માટે વોર્ડના કાઉન્સિલરોને પ્રચારપ્ર-સાર કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્નર ઍન.ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર વિશાલ પટેલ તથા વિવિધ શાખાના અધ્યક્ષો ઉપસ્થિત રહ્ના હતા. સમગ્ર બેઠકનું સંચાલન મ્યુનિસિપલ સેક્રેટરી રીતેશભાઈ વાળંદે કર્યું હતું.
