નારગોલની ભકત શ્રી જલારામ સ્કુલના વિદ્યાર્થીઅો કલા મહાકુંભમાં ઝળકયા
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૨ ઃ નારગોલ ભક્ત શ્રી જલારામ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, નારગોલના વિદ્યાર્થીઓઍ ઉમરગામ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના વિદ્યાર્થીઓઍ વિવિધ સ્પર્ધાઓમાં ઇનામ પ્રા કરીને પોતાની પ્રતિભા, મહેનત અને કૌશલ્યનો પરિચય આપ્યો છે. રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ શિક્ષિકા કિમી બારિયા, કિંજલ કેની અને સેજલ બારિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓઍ રાસ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રા કર્યો હતો. લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમૅં શિક્ષિકા પ્રીતિ રાઉતના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓઍ લગ્નગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રા કર્યો હતો. નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ શાળાની વિદ્યાર્થીની યશવી બારિયાઍ નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું. સામૂહિક ગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમ ધોરણ ૯ની વિદ્યાર્થિનીઓઍ સામૂહિક ગીત સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રા કર્યો હતો. આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના સમર્પણ અને શાળા પરિવારના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. ખાસ કરીને રાસ અને લગ્નગીત જેવી પરંપરાગત કલાઓ દ્વારા વિદ્યાર્થીઓઍ આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખવાનો સુંદર પ્રયાસ કર્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના ટ્રસ્ટીઓઍ મુખ્ય શિક્ષિકા મેઘના રાઠોડ તથા સમગ્ર શિક્ષકગણને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં.
