Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

ઉમરગામ પોલીસની જવેલર્સ-વેપારી મંડળો સાથે સુરક્ષા બેઠક યોજાઇ

ઉમરગામ પોલીસની જવેલર્સ-વેપારી મંડળો સાથે સુરક્ષા બેઠક યોજાઇ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૨ ઃ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ઉમરગામ પોલીસ સ્ટેશનમાં જ્વેલર્સ, વેપારી મંડળો અને ઉત્સવના આયોજકો સાથે સુરક્ષા બેઠક યોજાઈ હતી. નવરાત્રી, વિજયાદશમી, દિવાળી અને રાવણ દહન જેવા કાર્યક્રમોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન અપાયું. બેઠકમાં સોના-ચાંદીના વેપારીઓને દુકાનોની સુરક્ષા મજબૂત કરવા, લૂંટ અને ચોરી રોકવા સૂચના અપાઈ. તહેવારોમાં ભીડ વધતી હોવાથી સુરક્ષા ગાર્ડ રાખવા અને સાવચેતીના પગલાં લેવા પણ જણાવાયું. પોલીસે ખાસ કહ્નાં કે ઘણી દુકાનોમાં ઘ્ઘ્વ્સ્ માત્ર અંદર હોય છે. તેથી બધા જ્વેલર્સને દુકાનની બહાર રસ્તા તરફ ઓછામાં ઓછો ઍક ઘ્ઘ્વ્સ્ કેમેરો લગાવવા સૂચના અપાઈ, જેથી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી શકાય.સાયબર છેતરપિંડીથી બચવા પણ જાગૃત કરાયા. અજાણી ખ્ભ્ધ્ ફાઈલો ડાઉનલોડ ન કરવા, લિંક પર ક્લિક ન કરવા અને બ્વ્ભ્ કે બેંકિંગ વિગતો શેર ન કરવા માર્ગદર્શન અપાયું હતું.