Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

પારડીમાં વિહપ્ર દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો

પારડીમાં વિહપ્ર દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૨ ઃ  બજરંગદળ દ્વારા ભવ્ય સ્કૂટર રેલી શહેર ભાજપ મહામંત્રી ઝુબિનભાઈ દેસાઈ તથા જેસીંગભાઈ ભરવાડના હસ્તે પ્રસ્થાન કરી શરૂઆત થઇ હતી. રેલીમાં શ્રીરામ સીતા લક્ષ્મણ હનુમાનની વેશભૂસામાં બાળકો રેલી સાથે પારડી નગરના મુખ્ય માર્ગથી કુમાર શાળા મેદાન ખાતે પોહચી ત્યાર બાદ જાહેરસભા પહેલા દીપ પ્રાગટ્ય અને શહસ્ત્ર પૂજન કરી સમિતિ દ્વારા મહેમાનો નો પરિચય અને સ્વાગત કરી કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો જેમાં મુખ્ય વક્તા પૂજ્ય સ્વામી ચિન્મન્યદાસ ગ્ખ્ભ્લ્ સ્વામિનારાયણ મંદિર મહંત સેલવાસ  વિહિપ પ્રાંત મંત્રી રાજેશભાઈ રાણા, ર્ડો. હેમંતભાઈ પટેલ સાંઈનાથ હોસ્પિટલ ધરમપુર  પારડી પોલીસ ઇન્સ્પેક્ટર વાય બી ગોહિલ સાહેબ, પ્રાંત અધિકારી જિનેશભાઈ નહાર, ભાજપ મહામંત્રી  કમલેશભાઈ, પારડી તાલુકા સંઘ ચાલક જયસુખભાઇ પટેલ, નગર કાર્યવાહ મનીષભાઈ રાણા, જિલ્લા મંત્રી અંકિતભાઈ શાહ,વિભાગ અધિકારી અમિતભાઇ પટેલ, પિયુષભાઇ શાહ, ધાકલભાઈ જાંજર સહીત વલસાડ વિભાગ પ્રમુખ પ્રચાર પ્રસાર રાકેશભાઈ રાણા સહીત સૌ અધિકારી ઉપસ્થિત રહ્ના હતા. ત્યાર બાદ પૂજ્ય સંત અને પ્રભુ શ્રીરામ બનેલા બાળક દ્વારા રાવણ દહન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રફુલભાઇ પટેલ, પીનુભાઈ હળપતિ, કિશનભાઇ પટેલ, પરેશભાઈ પટેલ, સહીત પારડી સમિતિ ના કાર્યકર્તા ઉપસ્થિત રહી ખુબજ સારી રીતે કાર્યક્રમ આયોજન કર્યું હતું અંતે કુણાલભાઈ પટેલ દ્વારા સૌ પધારેલ રામભક્તો, પત્રકાર બંધુ,પોલીસ પ્રસાસન, કુમાર શાળા પ્રિન્સિપલ સહીત ઉપસ્થિત દાતાનો આભાર વ્યકત કર્યો હતો.