Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

ખાનવેલમાં નાણાકીય સમાવેશ સંતૃ શિબિરમાં૧૨૫ લોકોઍ ભાગ લીધો

ખાનવેલમાં નાણાકીય સમાવેશ સંતૃ શિબિરમાં૧૨૫ લોકોઍ ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૨ ઃ દાદરા અને નગર હવેલીના ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે બુધવારે ભારત સરકારના નાણાકીય સમાવેશ અભિયાન અંતર્ગત નાણાકીય સમાવેશ સંતૃ (ઍફઆઈ સેચ્યુરેશન) શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારના નાગરિકો અને પાત્ર લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ, બેંકિંગ સેવાઓ, વીમા સુરક્ષા તથા પેન્શન યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી યોજાયેલા આ શિબિરમાં આશરે ૧૨૫ ગ્રાહકો અને સ્થાનિક રહેવાસીઓઍ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ખાનવેલના સરપંચ મારિયાભાઈ વિલાત, દૂધનીના મુખ્ય સરપંચ મહેશજી ખુલત, સેલવાસના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (ઍલડીઍમ) મનોજ કુમાર સિન્હા તથા ગ્રામ્ય સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરઍસઇટીઆઈ)ના નિયામક વિશાલ કાંડી ઉપસ્થિત રહ્ના હતા.
સિલવાસાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મનોજ કુમાર સિન્હાઍ નાણાકીય સમાવેશ અભિયાનના હેતુઓ અને તેના હેઠળ હાથ ધરાતી પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. મનોજ કુમાર સિન્હાઍ ઉપસ્થિત લોકોને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને પાત્ર નાગરિકોને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરીને યોજનાઓમાં નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરવાની અપીલ કરી હતી. નાણાકીય સમાવેશ સંતૃ અભિયાન ૨૧ ઓક્ટોબરથી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી ચલાવવામાં આવશે.