નારગોલ સિનિયર સિટીઝન ક્લબનું વાર્ષિક સ્નેહમિલન યોજાયું
- byDamanganga Times
- 23 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૨ ઃ નારગોલ માં સને ૨૦૧૪ માં વર્તમાન સરપંચ જયેશભાઈ બારીયા દ્વારા શ્રી સ્વામી નારાયણ મંદિરમાં નારગોલ સિનિયર સિટીઝનની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ પ્રમુખ તરીકે સ્વ.ગોપાલભાઈ ચપલાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમના અવસાન બાદ મનુભાઈ લક્ષ્મણભાઈ બારીઆ અને હાલે આનંદજીભાઈ ટંડેલ ને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.આજરોજ ક્લબ ના ૧૩ વર્ષ પૂર્ણ કર્યા હતા.હાલે ભાઈઓ બહેનો મળી ૨૦૦ જેટલા મેમ્બરો છે.
સ્નેહમિલન કાર્યક્રમ સર્વ પ્રથમ વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધના બાદ અવસાન પામેલાંઓ માટે બે મિનિટનું મોન ધારણ કર્યું હતું.ત્યારબાદ ક્લબ ના ખજાનચી દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલા આવક જાવક વાંચી સંભળાવ્યો હતો. ક્લબના સંસ્થાપક માજી સરપંચ જયેશ ભાઈ બારિયા ઍ જણાવ્યું કે જેટલો મંદિરમાં જઈને મનને શાંતિ પ્રા થાય ઍટલીજ શાંતિ આ ક્લબ વડીલોને મળીને શાંતિ પ્રા થાય છે. મુખ્ય મહેમાન તરીકે નારગોલ માછી સમાજના અગ્રણી ઉદ્યોગપતિ વિશ્વજીત ભાઈ ટંડેલ તેમજ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ મનીષાબેન પ્રિતમનાની રહ્ના હતા.
પ્રમુખ આનંદજીભાઈ ટંડેલે આખા વર્ષ દરમિયાન થયેલા કામોનો અહેવાલ રજૂ કર્યો હતો. ઉપ પ્રમુખ કાંતિ ભાઈ કોટવાલ અશોક ભાઈ પ્રિતમનાની, રમેશભાઈ (બચુ ભાઈ) બારીઆ, કિશોર ભાઈ ભંડારી તેમજ સેક્રેટરી તરીકે કૃષ્ણકાંત ભાઈ ભંડારીઍ પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. ટૂંક સમયમાં આ ક્લબ ઍક પુસ્તક બહાર પાડવાની તજવીજ હાથ ધરી રહ્ના છે.
