Damanganga Times.

Damanganga Times.

October 23, 2026

વલસાડ ઍસટી શરદપૂનમે નારેશ્વર અને ડાકોર માટે સ્પેશિયલ બસ દોડાવશે

વલસાડ ઍસટી શરદપૂનમે નારેશ્વર અને ડાકોર માટે સ્પેશિયલ બસ દોડાવશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૨ ઃ ગુજરાત ઍસ.ટી.ના વલસાડ વિભાગ દ્વારા દર મહીને નારેશ્વર અને ડાકોરની પૂનમ વિશેષ બસ દોડાવવામાં આવે છે જે ખુબ જ લોકપ્રિય બની છે.શરદ પૂનમે વલસાડ-નારેશ્વર બસ તા.૨૫/૧૦- રવિવારે અને ધરમપુર ડાકોર બસ ૨૫/૧૦ ના રોજ રાત્રે ૯ કલાકે ઉપડશે. વલસાડ-સુરત-નારેશ્વર બસ  રવિવારે સવારે ૫/૨૦ કલાકે વલસાડથી ઉપડી ચીખલી- ૫/૪૫ -ઍંધલ -ખારેલ-નવસારી- ૬/૨૫ -સચિન-ઉધના ડેપો-સુરત સેન્ટ્રલ બસ ડેપો સવારે ૭/૨૫ -કામરેજ ચોકડી-કીમ ચોકડી - અંકલેશ્વર જીઆઈડીસી- ૮/૫૦ -ભોલાવ ભરૂચ- ૯/૧૦ ઉપડી ત્યાંથી પાલેજ થઈ નારેશ્વર સવારે ૧૦/૨૦ કલાકે પહોંચાડશે અને આ જ બસ બે કલાકના રોકાણ બાદ બપોરે ૧૨/૩૦ કલાકે પરત વલસાડ આવવા ઉપડશે.  જયારે ડાકોર રણછોડરાયમંદિરમાં પૂનમની ૨૬/૧૦ ના રોજ ઉજવણી કરવાના હોય ધરમપુર-ડાકોર બસ તા.૨૫/૧૦ ની રાત્રે ૯ કલાકે ધરમપુરથી ઉપડી,વલસાડ-ચીખલી-ઍંધલ-ખારેલ-નવસારી-.સુરત-જીઆઈડીસી.અંકલેશ્વર ભરૂચ ભોલાવ-વડોદરા-વાસદ-ઉમરેઠ થઈ શરદપૂનમની મળસ્કે ૫ કલાકે ડાકોર પહોંચાડશે અને ડાકોરથી બપોરે બે વાગે પરત ધરમપુર આવવા ઉપડશે.આ બંને બસોમાં ઓનલાઈન આવવા જવા માટે  બુકિંગ ઉપલબ્ધ છે. વલસાડ નારેશ્વર માટે (રુ.૨૧૧ ભાડુ ૫-બુકિગ=રૂ.૨૧૬/- ઍક તરફી ) બુકિંગ કરાવી આપની  ધર્મયાત્રા સુનિડ્ઢિત કરો.
ધરમપુરથી રોજ સાંજે ચાર વાગે વીરપુર-જલારામ (વાયા-વલસાડ નવસારી)માટે સ્લીપર કૉચ ઉપડે છે, જેમાં બેઠકના- બેસીને જવાનો દર રૂપિયા ૪૬૭/- જ્યારે સુતા સુતા- સોફાનો ભાવ રૂ. ૫૬૭/-છે, જેનું પણ ઍડવાન્સ બુકિંગ બધે થાય છે.