છીરીની જ્ઞાનગંગા સ્કૂલમાં ઇન્સ્ટન્ટ ફૂડ મેકિંગ સ્પર્ધા યોજાઈ
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપી છીરીમાં આવેલ જ્ઞાનગંગા શાળામાં ઇન્સ્ટન્ટ વેરાઈટી ફૂડ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળામાં ભણતા ધોરણ ૮થી ૧૧ના ૫૦ વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. સૌપ્રથમ શાળાના ચેરમેન સંદિપભાઈ આર પટેલ દ્વારા માં સરસ્વતી આગળ દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્પર્ધા અલગ અલગ ચાર વિભાગ (હોઉસ)ની વચ્ચે યોજવામાં આવી હતી. જેમાં શાળાના બાળકો દ્વારા દૂધની વાનગીઓ, ફરસાણ, જ્યુસ, સલાડ અને મુખવાસ જેવી અલગ અલગ વાનગીઓ બનાવવાની હતી.
આ અવસરે શાળાના ચેરમેન સંદીપભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની પેઢીને પૌષ્ટિક આહાર વિશે ધ્યાન દોરવા માટે તેમજ જંકફૂડથી થતા નુકસાન અંગે માહિતી આપવા માટે તેમજ બાળકો પોતે પોતાની જાતે કઈ કઈ નાસ્તાની વસ્તુઓ ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકે જેથી તેઓને આકસ્મિક સંજોગોમાં તેમને કામ લાગી શકે તેનું પણ તેઓને જ્ઞાન આપવામાં આવે છે સાથે સાથે સતત ઘરના તમામ લોકો માટે દિવસ રાત રસોઈ બનાવતી માતાને કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે તેનો પણ અનુભવ કરી શકાય તેમજ આપણે આ મુશ્કેલી દુર કરવા રસોઈઘરમાં આપણે માતાને કેવી રીતે સહાય કરી શકાય ઍ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
સ્પર્ધા ઇન્સ્ટન્ટ ફૂડ મેકિંગ કોમ્પિટિશનમાં હોઉસ પમાણે વિજેતા બનેલ વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં હિન્દુસ્તાન હોઉસે પ્રથમ ક્રમાંક પ્રા કર્યો હતો. જેમને ૩૦૦૦નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. જયારે ભારત હોઉસે દ્વિતીય ક્રમાંક પ્રા કરતા તેમને રૂ. ૨૫૦૦નું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. માતૃભૂમિ અને ઇન્ડિયા હોઉસે તૃતીય ક્રમાંક પ્રા કરતા તેમને ૨૨૦૦નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. સાથે સાથે તેમને માર્ગદર્શક શિક્ષિકા શ્રીમતી જિજ્ઞાસુ મેડમ, યુવરાજ સર, વૈશાલીમૅડમને પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્ય સુનિલ નાયરે જણાવ્યું હતું કે, વિધ્યાર્થીઓને શાળામાં ફક્ત પાઠ્યપુસ્તકનું જ નહીં પરંતુ સહ અધ્યાય પ્રવૃત્તિનું જ્ઞાન આપવાથી વિધ્યાર્થીનો સપૂર્ણ વિકાસ થાય અને આ પ્રકારની પ્રવૃત્તિથી વિધ્યાર્થીઓમાં રહેલી સુષુ શક્તિને ઉજાગર કરી શકાય છે.
આ સમગ્ર આયોજન કરવા બદલ શાળાના ચેરમેન સંદીપભાઈ પટેલે શાળાના આચાર્ય સુનિલ નાયર, શાળાના ઇન્ચાર્જ ફુલચંદ દિવાકર, ઇન્ચાર્જ ઝરામેડમ, ઇન્ચાર્જ નેહલ વોરા મેડમ સહીત માર્ગદર્શક શિક્ષિકાઓ સાથે અન્ય શિક્ષિકાઓનો આભાર વ્યકત કર્યો હતો. શાળાના ચેરમેન સંદીપભાઈ પટેલે વિજેતા બનેલા વિધ્યાર્થીઓ સહિત ભાગ લેનારા વિધ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા હતાં.
