વાપી રજ્જુ શ્રોફ રોફેલ યુર્નિ.ના ટીચિંગ આસિસ્ટન્ટ અંજલિ પટેલ પીઍચ.ડી. થયા
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ રાજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટી ખાતે ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે કાર્યરત અંજલિ કાલિદાસ પટેલને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા મેનેજમેન્ટ વિષયમાં પીઍચ.ડી. પદવી માટે પાત્ર જાહેર કરવામાં આવ્યાં છે. ઞ્વ્શ્ દ્વારા તા.૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, તેમણે તા. ૯ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ પીઍચ.ડી.ની મૌખિક પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
ડૉ. અંજલિ પટેલે “Financial Inclusion through Insurance and Pension Schemes: Awareness and Perception towards Social Security Schemes with Reference to Gujarat State” વિષય પર સંશોધન કાર્ય પૂર્ણ કર્યું છે. આ સંશોધન કાર્ય પ્રો. ડૉ. કેદાર શુક્લાના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન ડોક્ટરલ પ્રોગ્રામ કમિટીના સભ્યો ડૉ. કૌશલ ભટ્ટ અને ડૉ. હેતલ ટંડેલનું પણ માર્ગદર્શન અને સહયોગ પ્રા થયો હતો. પીઍચ.ડી. પદવી માટે પાત્ર જાહેર થવાની આ શૈક્ષણિક સિદ્ધિ બદલ ડૉ. અંજલિ પટેલે રાજજુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. વિકાસ દેસાઈ તથા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર અને રોફેલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પ્રિયકાંત વેદનો સતત પ્રોત્સાહન, માર્ગદર્શન અને સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ડૉ. અંજલિ પટેલની આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધ્યાપકો અને સહકર્મીઓઍ તેમને અભિનંદન પાઠવી ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
