Damanganga Times.

Damanganga Times.

October 22, 2026

વાપી સોનારસ સામે બેરેજ અને ઓવરબ્રિજના કામથી ટ્રાફિક જામ

વાપી સોનારસ સામે બેરેજ અને ઓવરબ્રિજના કામથી ટ્રાફિક જામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૧ ઃ વાપીમાં સોનારસ સામે બેરેજની કામગીરી અને દોઢ અબજના ખર્ચે બની રહેલા ઓવરબ્રિજના કામના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી છે.
પ્રા માહિતી મુજબ ઇમરાન નગરથી ગાંધી સર્કલ સુધીના માર્ગની હાલત ઓવરબ્રિજના કામને કારણે અત્યંત બદતર બની ગઈ છે. ખાડા અને ધૂળના કારણે વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાને લઈ હાલ બંને તરફ હંગામી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હંગામી રોડના કામ દરમિયાન સોનારસ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાઈ રહ્ના છે. સવાર-સાંજ પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો લાગી રહી છે. જોકે પ્રશાસનના સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળીના તહેવારમાં વાહનચાલકોને વધુ હાલાકી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. તહેવાર પહેલા રોડ સમારકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જેથી ટ્રાફિક હળવો થઈ શકે.