વાપીમાં ર્ષ્ટૃક્ક (શહેરી) ૨.૦ હેઠળ ૧૦૩૬ ઘર મંજૂર
- byDamanganga Times
- 22 October, 2026
(મુકુંદ સોની દ્વારા)
વાપી, તા. ૨૧ ઃ ઘરનું ઘર સ્વપ્ન સાકાર કરવા માટે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ લાભાર્થીને પોતાની માલિકીની જમીન પર ઓંછામા ઓછુ ૩૫૦ સ્ક્વેર ફુટનું પાકું મકાન બાંધવા માટે સરકાર દ્વારા ૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે પોતાની જમીન હોવી ફરજિયાત છે અને તેના નામે અન્ય કોઈ પાકું મકાન ન હોવું જોઈઍ. જેને લઈ અત્યાર સુધીમાં આ યોજના હેઠળ વાપી શહેર તેમજ મહાનગર પાલિકામાં ભળેલા ૧૧ ગામો જેમાં નામધા, ચંડોર, કુંતા, વટાર, મોરાઈ, બલીઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, ડુંગરા, કરવડમાં અત્યાર સુધીમાં ૧૦૩૬ આવાસ મંજૂર થઈ ગઈ ગયા છે જે પૈકી ૪૩૪ આવાસનું કામ પ્રગતિમાં છે.
વાપી મહાનગરપાલિકાના ઍફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬માં આ યોજનાને લઈને મોટી કામગીરી કરવામાં આવી છે. વિભાગ દ્વારા વાપી મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ ગામોમાં સર્વે કરી અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ સર્વેના આધારે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ૧૧ થકી કુલ ૧૦૩૬ આવાસો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ પૈકી ૪૩૪ આવાસોનું બાંધકામ હાલ વિવિધ સ્ટેજ પર કાર્યરત છે. જ્યારે બાકીના આવાસોની કામગીરી પણ ઝડપથી શરૂ થશે. મંજૂર થયેલા આવાસોની વિગત જોઈઍ તો ડિટેલપ્રોજેક્ટ રિપોર્ટ-૧માં ૧૧૬, ૨ માં ૧૦૯, ૩ માં ૧૨૮, ૪ માં ૮૧, ૫ અને ૭ આમ માર્ચમાં કુલ ૨૧૫, ડીટેલપ્રોજેક્ટરિપોર્ટ -૬ માં ૪૪, ૮ માં ૧૦૬, ૯ માં ૧૨૯ અને ડીટેલપ્રોજેક્ટરિપોર્ટ-૧૦ માં ૧૦૮ અને ૧૧ ડિટેલપ્રોજેક્ટ રિપોટમાં ૯૪ આવાસોને મંજૂર કરવામાં આવ્યા છે. આમ કુલ ૧૦૩૬ ઘર મંજૂર થયા છે.
આ ઉપરાંત વાપી મહાનગરપાલિકા દ્વારા વધુ ૨ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ થકી ૨૦૦ આવાસોની મંજૂરી માટેની દરખાસ્ત ટૂંક સમયમાં સરકારમાં રજૂ કરવામાં આવશે. વાપી મહાનગરપાલિકાના નગરજનોને જણાવવાનું કે જે લોકો પાસે કોઈ પણ મિલકત નથી તથા પોતાના માલિકીની જગ્યા ઉપર કાચા ઘરમાં રહે છે તેવા લોકો આ યોજના અંતર્ગત પાકું ઘર મેળવવા માટે ચલા વાપી મહાનગરપાલિકા, ચલા પ્રથમ માળે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. લોકોને આ સરકારી યોજનાનો લાભ મળે તે માટે મનપાના કમિશ્નર ઍન.ઍફ. ચૌધરી, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સતીષભાઈ પટેલ દ્વારા તમામ કોર્પોરેટરો થકી લોકો સુધી આ યોજનાની જાણકારી પહોîચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે.
શેરી ફેરિયાઓ માટે પીઍમ સ્વનિધિ યોજના, રૂ. ૫૦ હજાર સુધીની લોન
વાપી મહાનગરપાલિકા દ્વારા શહેર અને આસપાસના વિસ્તારમાં શેરી ફેરી કરતા ફેરિયાઓ માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (ભ્પ્ લ્સ્ખ્ફજ્ઞ્ફુત્ર્જ્ઞ્) યોજના અમલમાં મૂકાઈ છે.
આ યોજનાનો લાભ શાકભાજી-ફળ, કલાત્મક-શુશોભનની વસ્તુઓ વેચનારા, ખાણીપીણી-ચાની લારીવાળા, ધોબી, વાળંદ (નાઈ), મોચીકામ તથા જીવન જરૂરિયાતની અન્ય વસ્તુઓ ફૂટપાથ કે ખુલ્લી જગ્યામાં વેચાણ કરનાર તમામ શેરી ફેરિયાઓ લઈ શકશે.
શેરી ફેરિયાઓને જામીનગીરી મુક્ત વર્કિંગ કેપિટલ લોન મળશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. ૧૬૦૦ સુધી કેશબેક ઈન્સેન્ટિવ, રૂ. ૩૦ હજારની મર્યાદા સાથે ક્રેડિટ કાર્ડ અને કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓ સાથે જોડાણનો લાભ મળશે.
લોનના તબક્કા જોઈઍ તો પ્રથમ લોન રૂ. ૧૫,૦૦૦, દ્વિતીય લોન રૂ. ૨૫,૦૦૦ અને તૃતીય લોન રૂ. ૫૦,૦૦૦. આ લોન કોલેટરલ ફ્રી રહેશે, ૭ ટકા વાર્ષિક વ્યાજ સબસિડી ત્રિમાસિક જમા થશે, પૂર્વ ચુકવણી પર કોઈ દંડ નહીં અને સીજીટીઍમઍસઈ દ્વારા ગેરંટી કવર મળશે.
ઍટલુ જ નહીં યુપીઆઈ કેશબેક પ્રોત્સાહન પણ આપવામાં આવશે જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વાર્ષિક રૂ. ૧૨૦૦ સુધી પ્રતિ ટ્રાન્ઝેક્શન મહિને દીઠ રૂ.૧૦૦ સુધી, હોલસેલ ખરીદી પર વાર્ષિક રૂ. ૪૦૦ સુધી, મળી કુલ વાર્ષિક રૂ. ૧૬૦૦ સુધી કેશબેક મળશે. લાભ લેવા વાપી મહાનગરપાલિકાનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. અત્યાર સુધીમાં લોનની ૨૯૭ અરજીઓ માંથી ૨૭૭ અરજી મંજૂર કરવામાં આવી છે. આ ૫૦ હજાર લોન મેળવવા અરજદાર વેન્ડરીઍ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખાતાની પાસ બુક, આધાર કાર્ડ, ભાડુઆત હોય તો ભાડા કરાર, લાઈટ બિલ ઝેરોક્ષ જોઈશે.
