વાપીમાં દિવાળી પૂર્વે આંગડિયા પેઢી, જ્વેલર્સો, બેîક અધિકારીઅો સાથે તકેદારી અંગે બેઠક યોજાઈ
- byDamanganga Times
- 22 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૧ ઃ દિવાળીના તહેવારને અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મહત્વની તકેદારી મીટિંગ ડુંગરા રાજસ્થાન ભવન ખાતે યોજવામાં આવી હતી.
પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, ત્ભ્લ્ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં વાપી, ભીલાડ, સરીગામ તથા ઉમરગામ વિસ્તરના આંગડિયા પેઢી, જ્વેલર્સ ઍસોસિઍશન, બેંક તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓના સંચાલકો, મેનેજરો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.
દિવાળીના સમયમાં રોકડની હેરફેર વધી જતી હોય છે, સોના-ચાંદીની ખરીદી અને આંગડિયા મારફતે મોટી રકમની લેવડ-દેવડ થતી હોય છે, ત્યારે લૂંટ, ચોરી અને છેતરપિંડી જેવા બનાવો ન બને તે માટે પોલીસે ખાસ સૂચનાઓ આપી હતી. વેપારીઓને ઘ્ઘ્વ્સ્, સિક્યુરિટી ગાર્ડ, રોકડ લઈ જતી વખતે પોલીસને જાણ કરવા અને કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક ૧૧૨નંબર અથવા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરાઈ હતી.
લ્ભ્ જાડેજાઍ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ વધારવામાં આવશે અને તમામ સંસ્થાઓની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ પોલીસની ઓળખ આપી વાહન કે ચેકીંગની વાત કરે તો સીધા પોલીસ સ્ટેશનમાં આવવા જણાવ્યું હતું. કાર્યક્રમના આરંભમાં ઍલસીબી પીઆઈ અર્જુન સિંહ રોઝઍ સૌવને આવકારતા કાર્યક્રમની રૂપરેખા આપી આંગણિયા પેઠી, બેંકો,જ્વેલર્સ શોપ સંચાલકોને સિક્યુરિટી ગાર્ડ કે કર્મચારી રાખતા પહેલાં તેઓના બાયોડેટા રાખવા, પોલીસ સ્ટેશનમાંથી પીસીસીસી લેવા,હથિયારધારી મજબૂત બંધના ગાર્ડ રાખવા અપીલ કરી હતી. વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બીઍન દવે ઍ જણાવ્યું હતું કે, પ્રીકોસન ઈઝ ધ બેટર ઘેન ક્યોર આ કહેવત ને અનુસરી સૌઍ ગુનો ન બને તેની તકેદારી રાખવાની અપીલ કરી હતી.વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં દરેક પ્રાંતમાંથી આવી હજારો લોકો સ્થાઈ થયા છે. જેમાં ગુનેગારો પણ સામેલ હોય છે. ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે. મોટાભાગની ભૂતકાળમાં થયેલી આંગણિયા પેઠી કે અન્ય લૂંટમાં અગાઉ કામ કરી ગયેલાં માણસો ગુનેગાર કે બાતમીદાર હોય છે તો ઍ બાબતે કાળજી લેવા જણાવ્યું હતું સાથેજ તેમણે બેંકોને તાકીદ કરી હતી કે તેઓના ઍટીઍમ સ્ટેનેટર પર સિક્યુરિટી ગાર્ડ હોતા નથી જે બાબતને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. આ પ્રસંગે જ્વેલર્સ ઍસો.ના પ્રમુખ અમૃતભાઈ સોની ઍ વેપારીઓને ગ્રાહકોની હિલચાલ ઉપર નજર રાખવા તેમજ શોપમાં ઍકલાં ન રહી બે ત્રણ જણાં રહેવા જણાવ્યું હતું. બેઠકમાં આંગડિયા પેઢીના સંચાલકો, જ્વેલર્સ ઍસી.ના સેક્રેટરી શ્રીપાદ સોની, વેપારીઓ, બેંકના મેનેજરો તેમજ વાપી જીઆઈડીસી પીઆઈ ગોહિલ સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્નાં હતાં. કાર્યક્રમની આભાર વિધિ કરતાં વાપી ટાઉન પીઆઈ કે.બી. ઝાલાઍ ઍસપી સાહેબ સહિત અધિકારીઓઍ આપેલી સૂચનાનું ગંભીરતાથી પાલન કરવા અપીલ કરી હતી.
