Damanganga Times.

Damanganga Times.

October 22, 2026

બામટીમાં ‘મિલેટ્સ ફેસ્ટિવલ’ યોજાયો

બામટીમાં ‘મિલેટ્સ ફેસ્ટિવલ’ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ)
ધરમપુર, તા. ૨૧ ઃ ધરમપુર તાલુકાની આદર્શ નિવાસી શાળા, બામટી ખાતે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ફજ્લ્પ્ – ફ્યદ્દશ્વજ્ઞ્ ઘ્ફૂશ્વર્ફૂશ્ર (મિલેટ્સ ફેસ્ટિવલ) કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી અન્ન (મિલેટ્સ) ના મહત્વ અને પોષણયુક્ત આહાર અંગે જનજાગૃતિ લાવવા માટે ઍક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રોજિંદા જીવનમાં શ્રી અન્નના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો અને તેનાથી થતા સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરવાનો હતો. મિલેટ્સ ફેસ્ટિવલના આ કાર્યક્રમ થકી સ્વસ્થ ભારત, સમૃદ્ધ કિસાનના સંકલ્પને વધુ બળ મળ્યું છે.