Damanganga Times.

Damanganga Times.

October 22, 2026

ચીખલીમાં બે સામે પોકસો: માટલી વિસર્જન કરીને આવતી સગીરા સાથે અડપલાં

ચીખલીમાં બે સામે પોકસો: માટલી વિસર્જન કરીને આવતી સગીરા સાથે અડપલાં


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલીતા.૨૧ ઃ ચીખલી નજીક આવેલ ઍક ગામમાં માતાજીની માટલી વિસર્જન કરીને પરત ફરી રહેલ ઍક સગીર વયની દીકરી સાથે બે શખ્સોઍ શારીરિક અડપલા કરતા બનાવને પગલે વિફરેલા ગ્રામજનોઍ બે શખ્સોને ઢીબી નાખી ચીખલી પોલીસને સુપ્રત કર્યા હતા પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઇ બંને શખ્સોની ધરપકડ કરી પોક્સો ઍકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચીખલી નજીક આવેલ ઍક ગામની કેટલીક મહિલાઓ અને યુવતીઓ માતાજીનું માટલી નું વિસર્જન કરીને રાત્રિના નવેક વાગ્યાના સુમારે પરત ઘરે ફરી રહ્ના હતા તે દરમિયાન અશોક રમેશ વર્મા અને દિનેશ ગોપાલરામ વર્મા બંને હાલ રહે. ખૂંધ પોંકડા તા. ચીખલી ના ઓઍ ઍક સગીર વયની યુવતી સાથે શારીરિક અડપલા કરતા સગીર યુવતીઍ આ સમગ્ર ઘટનાની જાણ પોતાની કાકીને કરતા અને ઘટનાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનોઍ અડપલા કરનાર બંને શખ્સોને જાહેરમાં જ મેથીપાક આપ્યો હતો તેમ જ બંને આરોપીઓને લઈને વિશાળ સંખ્યામાં ઍક ટોળું રાત્રિના સમયે ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ધસી ગયું હતું બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ચીખલી પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી પોક્સો ઍકટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.