બીલીમોરામાં પૂરની તારાજીના ત્રણ મહિના વીત્યા છતાં વેપારીઓ સહાયથી વંચિત
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૦ ઃ ગત જુલાઈ માસમાં બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. શહેરના મોટાભાગના વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ જતાં રહેણાંક મકાનો અને વેપાર-ધંધાને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. પૂરની આ આપત્તિને ત્રણ મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં અસરગ્રસ્ત વેપારીઓને હજુ સુધી સહાય મળી શકી નથી. ગતિશીલ અને નિર્ણાયક સરકારના દાવાઓ વચ્ચે તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ૭૧ ટકા જેટલી અરજીઓ ટેક્નિકલ ક્ષતિઓ બતાવી ફગાવી દેવાતાં સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ વર્તાઈ રહ્ના છે.
પૂરના કારણે ખેતીવાડી, પશુધન અને નાના-મોટા વેપારીઓ પાયમાલ થઈ ગયા હતા. દુકાનો અને કેબિનોમાં પાંચ થી બાર ફૂટ જેટલા પાણી ફરી વળતાં લાખો રૂપિયાનો માલસામાન નાશ પામ્યો હતો. આ હોનારત બાદ રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે બીલીમોરા પાલિકા વિસ્તારમાંથી લારી-ગલ્લા, રેંકડી અને કાચી-પાકી કેબિન ધરાવતા કુલ ૨૫૫ નાના વેપારીઓઍ નિયત નમૂનામાં અરજી કરી હતી. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ગત તા. ૫ ઓક્ટોબરના રોજ પાલિકાના ચીફ ઓફિસર સંદીપ પટેલના અધ્યક્ષ સ્થાને સહાય સમિતિની બેઠક યોજાઈ હતી.આ સમિતિમાં સીટી ઈજનેર, ગુમાસ્તાધારા કર્મચારી અને જીઍસટી અધિકારી સહિત પાંચ સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. આ બેઠકમાં ૨૫૫ અરજીઓ પૈકી માત્ર ૭૪ અરજીઓને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે ૧૮૧ જેટલી અરજીઓ નજીવા ટેકનિકલ કારણો આગળ ધરીને નામંજૂર કરી દેવામાં આવી હતી. અરજીઓ નકારવા પાછળ તંત્ર દ્વારા દર્શાવવામાં આવેલા કારણો સામે વેપારીઓ આ?ર્ય અને આક્રોશ વ્યક્ત કરી રહ્ના છે. શાકભાજી કે ફળફળાદિ વેચનારા લારી-ગલ્લા ધારકો પાસે જીઍસટી નંબર ન હોવાનું કારણ દર્શાવવામાં આવ્યું છે, જ્યારે વાસ્તવમાં શાકભાજી કે ફળો પર જીઍસટી લાગુ પડતો જ નથી. આ ઉપરાંત ગુમાસ્તાધારાનું લાયસન્સ ન હોવું, ૪૦ ચોરસ ફૂટથી મોટી કેબિન હોવી, કેબીન કાચી કે પાકી હોવા અંગેના વિવાદ તેમજ પૂરના પાણી ભરાયા હોવાના ફોટોગ્રાફસ રજૂ ન કર્યા હોવા જેવા કારણો આગળ ધરી સહાય નકારાઈ છે.અસરગ્રસ્તોનું કહેવું છે કે જ્યારે પાંચથી બાર ફૂટ પાણી ભરાયા હોય ત્યારે જીવ બચાવી માલસામાન ખસેડવો કે ફોટા પાડવા તંત્ર દ્વારા વાસ્તવિક સ્થિતિ સમજ્યા વિના ઍસી ચેમ્બરમાં બેસીને લેવાયેલા આવા નિર્ણયો દાઝ્યા પર ડામ સમાન છે. લાખો રૂપિયાનું નુકસાન વેઠનારા નાના ધંધાર્થીઓ સાથે આ ક્રૂર મશ્કરી સમાન વલણ દાખવવામાં આવ્યું હોવાની ચર્ચા ઊઠી છે.આ સમગ્ર મામલે બીલીમોરા નગરપાલિકાના પ્રમુખ મનીષ પટેલે જણાવ્યું હતું કે જે અરજદારોની અરજી નામંજૂર થઈ છે તેઓ આ નિર્ણય સામે જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ કરી શકે છે. જોકે, હોનારતના ત્રણ મહિના બાદ પણ સરકારી સહાય મેળવવા માટે કચેરીઓના ધક્કા ખાવાની નોબત આવતાં અસરગ્રસ્તોમાં વહીવટી તંત્રની કામગીરી સામે તીવ્ર નારાજગી જોવા મળી રહી છે.
