વલસાડની વિમ્સ હોસ્પિટલમાં ‘બ્લડ સ્ટોરેજ સેન્ટર’નું ઉદ્ઘાટન
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૨૦ ઃ વલસાડના પારનેરા પારડી હાઇવે પર વાંકી નદી કિનારે આવેલી વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ( વિમ્સ) હોસ્પિટલમાં દશેરા ના દિવસે હોસ્પિટલ માં નવા નિર્માણ પામેલા બ્લડ સ્ટોરેજ સેન્ટરનું ઉદ્ઘાટન અતુલ કંપનીના ટ્રસ્ટી સ્વાતિબેન લાલભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવું બ્લડ સ્ટોરેજ યુનિટ ૯૦ બ્લડ બેગનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. વિમ્સ હોસ્પિટલ ‘વલસાડ રક્તદાન કેન્દ્ર’ સાથે સંકળાયેલી હોવાથી ગુણવત્તાયુક્ત અને જરૂરી ગ્રુપનું રક્ત સરળતાથી ઉપલબ્ધ બનશે.આ પ્રસંગે વિમ્સ હોસ્પિટલના ચેરમેન ડૉ. સંદીપભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે, ઙ્કઆ બ્લડ સ્ટોરેજ સુવિધા શરૂ થવાથી માત્ર વિમ્સ હોસ્પિટલ જ નહીં, પરંતુ વલસાડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી અન્ય હોસ્પિટલોના દર્દીઓને પણ કટોકટીના સમયે તાત્કાલિક લોહી મળી રહેશે. આનાથી દર્દીઓનો કિંમતી સમય બચશે અને જીવ બચાવવામાં સરળતા રહેશે.ઉદ્ઘાટન સમારોહમાં વિમ્સ હોસ્પિટલના ડૉ. અદિતિબેન દેસાઈ, ડૉ. વિપુલભાઈ પસ્તાગીયા, ઉમિયા ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલ તેમજ હોસ્પિટલના અન્ય તબીબો, સ્ટાફ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. આ સુવિધા શરૂ થતાં સમગ્ર પંથકના લોકોમાં આનંદ અને રાહતની લાગણી જોવા મળી છે.
