Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં અગિન્શમન સાધનોનું પૂંજન કરાયું

બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં અગિન્શમન સાધનોનું પૂંજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૦ ઃ વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે બીલીમોરા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં ફાયર ફાઈટર વાહનો તથા જીવનરક્ષક સાધનોનું શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નગરજનો માટે અગ્નિ સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું હતું.
કાર્યક્રમ દરમિયાન ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતા અદ્યતન ફાયર ફાઈટર, રેસ્ક્યુ ટૂલ્સ અને આપાતકાલીન ઉપકરણોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ફાયર સ્ટાફ દ્વારા આગ લાગવાના સંજોગોમાં તાત્કાલિક બચાવ કામગીરી, સિલિન્ડર બ્લાસ્ટ કે શોર્ટ સર્કિટ વખતે રાખવી પડતી સાવચેતી અને સાધનોના લાઈવ ઉપયોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં બીલીમોરા નગરપાલિકાના પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ, વિવિધ સામાજિક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. લોકોઍ આકસ્મિક દુર્ઘટના સમયે સ્વબચાવ અને અન્ય લોકોની મદદ કેવી રીતે કરવી તે અંગેની મહત્વપૂર્ણ માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને જનજાગૃતિના અનોખા સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.