ઉમરગામ પોલીસ સ્ટેશનમાં દશેરા પર્વે શસ્ત્રની પૂજા કરાઈ
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૦ ઃ દશેરાના પાવન પર્વ નિમિત્તે ઉમરગામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર ઍચ.ડી. તુવર સાહેબની અધ્યક્ષતામાં પરંપરાગત શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ વિભાગનાં શસ્ત્રોની વિધિવત પૂજા-અર્ચના કરી મા ભગવતીના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
દશેરાના પર્વે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા શૌર્ય, શક્તિ, કર્તવ્યનિષ્ઠા અને અધર્મ સામે ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ પવિત્ર અવસરે ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયમી શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક તત્ત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અસરકારક રીતે લડવાની શક્તિ મળે તે માટે મા ભગવતીને -ાર્થના કરવામાં આવી હતી.
પોલીસ વિભાગ પ્રજાની સુરક્ષા, શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સતત કાર્યરત રહે છે. દશેરાના પર્વે યોજાયેલી આ શસ્ત્ર પૂજા પોલીસકર્મીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવતો -સંગ બની રહ્ના હતો. આ સાથે સમગ્ર ઉમરગામ વિસ્તારમાં શાંતિ, સુખાકારી અને સલામતી જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
