Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

સોîઢલવાડાની અશ્વમેઘ વિદ્યાલયના કલા મહાકુંભમાં ૧૦ શાળાઅોઍ ભાગ લીધો

સોîઢલવાડાની અશ્વમેઘ વિદ્યાલયના કલા મહાકુંભમાં ૧૦ શાળાઅોઍ ભાગ લીધો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ અશ્વમેઘ વિદ્યાલય, સોંઢલવાડા ખાતે પારડી તાલુકા કલા મહાકુંભનું ભવ્ય આયોજન તા. ૧૩ ઓક્ટોબર, ૨૦૨૬ મંગળવાર ના રોજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, વલસાડ જિલ્લા દ્વારા અશ્વમેઘ વિદ્યાલય, સોંઢલવાડા ખાતે પારડી તાલુકા કક્ષાના કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પારડી તાલુકાની આશરે ૪૦ શાળાઓ અને સંસ્થાઓના અંદાજે ૮૫૦ જેટલા વિદ્યાર્થીઓઍ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓઍ પોતાની કલા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનાં અધિકારી હિમાનીબેન જોશી, અશ્વમેઘ વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર હર્ષદભાઈ પટેલ, કેમ્પસ ડિરેક્ટર મનોજભાઈ પટેલ, આચાર્યજનકભાઈ પટેલ, પ્રાથમિક વિભાગનાં આચાર્ય સુરેખાબેન તેમજ વિવિધ કૃતિઓના નિર્ણાયકશ્રીઓ ઉપસ્થિત રહ્ના હતા. મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો.સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કલાઓની સ્પર્ધાઓ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓઍ શિસ્તબદ્ધ રીતે અને ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. અશ્વમેઘ વિદ્યાલય, સોંઢલવાડા ખાતે યોજાયેલો આ કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને કલાત્મક અભિવ્યક્તિના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.