પારડીમાં જાહેર માર્ગો પર રખડતાં પશુઅોથી અકસ્માતનો ભય
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ પારડી સહિત તાલુકાના ગામડાઓમાં પશુપાલકો જાહેરમાં ગાય બળદ છોડી દેતા જાહેર માર્ગોમાં ગાય બળદ અચાનક વાહનોની સામે આવી જતા હોય જેથી ભયંકર અકસ્માત સર્જાતો હોય છે આ અકસ્માતમાં લોકોને ગંભીર ઈજાઓ થતી હોય છે અને કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે જાહેર માર્ગોમાંથી પશુપાલકો દ્વારા છોડવામાં આવેલા પશુઓ અકસ્માત અટકાવવા માટે જવાબદાર વહીવટી તંત્ર દ્વારા લોકોના જીવ બચાવવા માટે પગલાં લેવામાં આવે ઍ ખૂબ જ જરૂરી બની ગયું છે.
પારડીના ગામડાઓમાં ખાસ કરીને ઉંમર સાડી ઉદવાડા ગામ ઉદવાડા રેલવે સ્ટેશન બગવાડા ટુકવાડા ઓરવાડ પરીયા બાલદા મોટા વાઘછીપા અને પારડી પંથકમાં દરરોજ પશુપાલકોઍ છોડેલા ગાય બળદ અને નાના નાના વાછરડી વાછરડાઓ જાહેર માર્ગો માં આવીને બેસી રહેતા હોય છે અને અચાનક કોઈ વાહન ચાલક આવે ત્યારે ઉઠીને ચાલવા માંડે છે તથા દોડીને રોડમાં આવી જાય છે જેના કારણે અચાનક આવેલા ઢોરના લીધે વાહનચાલકોને ગંભીર ઇજા અકસ્માત થવાના કારણે થતી હોય છે પારડી પંથકમાં ઢોરના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે તો જીવ પણ ગુમાવ્યો છે પહેલી વાત તો ઢોર માલિકો પશુપાલકો ઢોર દૂધ આપતું નથી ત્યારે છોડી મૂકે છે ઍ ખૂબ જ ખોટું કરે છે આવા લોકો સામે તાત્કાલિક પગલાં લેવા જોઈઍ અને પશુઓની સેવાનો દેખાડો કરનારા સંસ્થાઓ પણ આવા રખડતા પશુઓને સંભાળ માટે લઈ જતા નથી તો મોટી મોટી વાતો કરનારા સરકારી બાબુઓ પણ આ દિશા માં કોઈ પગલાં લેતા નથી જેથી જાહેર માર્ગમાં પશુઓના લીધે દરરોજ અકસ્માત સર્જાઈ રહ્ના છે અને કોઈ માઈનો લાલ આ અકસ્માતમાં ભોગ બની જતા કુટુંબિક અસર થતી હોય છે લોકોને ખાવાના ફાફાપણ અકસ્માત થવાના લીધે થઈ જતા હોય છે કારણ કે અકસ્માત નો ભોગ બનેલા લોકો ઈજા થવાના લીધે લાંબા સમય સુધી કામ કરતા નથી અને ઍમના કુટુંબને અસર થતી હોય છે તો જવાબદાર વહીવટી તંત્ર અને સરકાર દ્વારા જાહેર માર્ગમાં અકસ્માત અટકાવવા માટે પશુઓને ચોક્કસ સ્થાને પહોંચાડવાની જરૂર છે કે જ્યાં ઍમને દરેક પ્રકારનું પોષણ મળી શકે અને પશુઓથી રસ્તા ખાલી પણ થઈ જાય અને અકસ્માત અટકી શકે છે.
