ઉમરસાડી કોટડાના ધ્રુવિલ પટેલે સેવા સંકલ્પ યાત્રામાં ભાગ લીધો
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વડનગરથી વારાણસી સુધીની સેવા યાત્રા દેશના યશસ્વી ગૃહમંત્રી અમીતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોષી ની આગેવાનીમાં પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં પારડી તાલુકાના ઉમરસાડી કોટડા ગામના વતની અને સેવાભાવી યુવાન ધ્રુવીન ભંડારી ઍ ભાગ લીધો હતો. ધ્રુવીનભાઈ વલસાડ જિલ્લા ભાજપના આઈટી સેલના પ્રમુખ તરીકે લાંબા સમય સુધી કામ કર્યું હતું અને હવે પ્રદેશમાં યુવા મોરચામાં કોષા અધ્યક્ષ તરીકે કામ કરી રહ્ના છે.
યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જનસેવા, યુવા જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવાનો હતો. ધ્રુવિન પટેલે જણાવ્યું હતું કે સેવા સંકલ્પ અભિયાન’ માત્ર ઍક યાત્રા નથી, પરંતુ જનસેવા, સંગઠનશક્તિ અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાનો પ્રેરણાદાયી પ્રયાસ છે.
