Damanganga Times.

Damanganga Times.

October 21, 2026

કિકરલામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

કિકરલામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


 (દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા દ્વારા પારડી તાલુકાના કીકરલા ખાતે આવેલ મરીન ટ્રેનિંગ ઍકેડેમીમાં બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું માનવસેવા કેન્દ્ર પારડીના સહયોગથી યોજવામાં આવેલ આ કેમ્પનો ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રક્તદાનને પ્રોત્સાહન આપવાનો તેમજ યુવાનો માં સામાજિક જાગૃતિ નો ભાવ વધારવાનો હતો. માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ઍકેડેમી માં અભ્યાસ કરતા ૮૨ વિદ્યાર્થીઓ ઍ રક્તદાન કરી સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા ના ટ્રેઝરર કિશોરભાઈ ગાંધી રિજિયન ચેરપર્સન બિપીનભાઈ ઝોન ચેરપર્સન લા અંજનાબેન તેમજ શૈલેષભાઈ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પારડી બ્લડ બેંક ના અજયભાઈ અને ઍમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી લાયન્સ ક્લબ ઓફ ઉદવાડા દ્વારા ઍકેડેમીના ઓનર કોલી તેમજ સ્ટાફના પિયુષ બારીયા અને તેમના સ્ટાફ નો આભાર માનવામાં આવ્યો હતો તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર અને ઍડવાન્સ કુલિંગ ટાવર્સ પારડી તરફથી વેલસ્પન કુ ના ટુવાલ વિતરણ કરવામાં આવ્યા હતા.