ઉદવાડા શ્રી ભકિત મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 21 October, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૨૦ ઃ શ્રી ભક્તિ મંડળ ઉદવાડા સ્ટેશન ખાતે છેલ્લા ૫૫ વર્ષથી સ્ટેશનના ચોકમાં પરંપરાગત રીતે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં ખેલ્લાયાઓ મન મૂકીને ખુબજ ઉત્સાહભેર ભાગ લે છે અને નિર્ભય પણે ગરબે ઘૂમે છે આ વર્ષે પણ ૧૪ થી ૧૯ ઓક્ટોબર દરમિયાન વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ઉદવાડા તેમજ આજુબાજુના વિસ્તારના યુવાનો ભાગ લેશે જેમાં વિજેતાઓને મંડળ અને દાતાઓના સહયોગથી દરરોજ ઇનામો આપવામાં આવશે. જેમાં ઉદવાડા ના વેપારી મંડળનો સહકાર મળી રહે છે આ વર્ષે જનજાગૃતિ માટે વિવિધ બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્ના છે મંડળના પ્રમુખ અહમદભાઈ સાથે બિપીનભાઈ અંજનાબેન કિરીટભાઇ. શૈલેષભાઈ મનોજભાઇ નાઓ ઉપસ્થિત રહી સૌને પ્રોત્સાહિત કરી રહ્ના છે.
