દાનહમાં વિવિધ વિકાસકાયોનું પ્રશાસકે નિરીક્ષણ કર્યુ
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૯ ઃ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ પટેલે ત્રીજા દિવસે દાદરા અને નગર હવેલી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો, જાહેર સુવિધાઓ અને માળખાગત સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લીધી.
પ્રશાસકે દૂધની ઉચ્ચતર માધ્યમિક શાળા, દૂધની પોલીસ સ્ટેશન, દૂધની દુકાન, દૂધની રીટેનિંગ વોલ, સબ-જિલ્લા હોસ્પિટલ ખાનવેલ, ખડોલી જંકશન, સાતમાલિયા પ્રવેશદ્વાર, વસોના-પાટી રોડ (બ્ઝ઼ય્-૯), અને આયુષ હોસ્પિટલ પાટીનું નિરીક્ષણ કર્યું.
ત્રણ દિવસના નિરીક્ષણ પ્રવાસ દરમિયાન, પ્રશાસકે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો અને જાહેર સુવિધાઓનો અભ્યાસ કર્યો અને સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યો કે તમામ વિકાસ કાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને વધુ સારી અને સરળ સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રાથમિકતાના ધોરણે જરૂરી પગલાં લેવામાં આવે.
