Damanganga Times.

Damanganga Times.

October 20, 2026

પીંપળના શ્રી બાળોજ ધામે આઠમે યજ્ઞ હવન યોજાયો

પીંપળના શ્રી બાળોજ ધામે આઠમે યજ્ઞ હવન યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૯ ઃ ચાણસ્મા તાલુકાના પીંપળ ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી બાળોજ ધામે આસો નવરાત્રીની આઠમ પર્વ નિમિત્તે ભવ્ય યજ્ઞ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે માતાજીના કેસર સ્નાન અને વિશેષ પૂજા બાદ શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનનો મંગલ પ્રારંભ થયો હતો. આ પ્રસંગે નયનરમ્ય મંદિર સજાવટ, રંગબેરંગી રોશની અને માતાજીના અલૌકિક શૃંગારે શ્રદ્ધાળુઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ આયોજિત મહાઆરતી તેમજ પ્રસાદનો માઈભક્તોઍ લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.