સોળસુંબા ગ્રા.પં. દ્વારા સરકારી જમીન અંગે દુકાનધારકને નોટિસ
- byDamanganga Times
- 20 October, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૯ ઃ ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં સરકારી જમીન પર દબાણ હોવાના મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત દુકાનધારકને નોટિસ આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ સ્પેશિયલ સિવિલ અરજી (લ્ઘ્ખ્ ફં. ૧૧૮૭૩/૨૦૨૬)માં તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ થયેલા આદેશના અનુસંધાને આ નોટિસ જારી કરવામાં આવી હોવાનું તેમાં જણાવાયું છે. ગ્રામ પંચાયતની નોટિસ મુજબ, આ મામલે અગાઉ તા. ૧૭ સપ્ટેમ્બર અને ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પણ નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટના આદેશને અનુસરીને અગાઉની નોટિસને કારણદર્શક નોટિસ (લ્ત્ર્ંરૂ ર્ઘ્ી્યસ્ન્ફૂ ફંદ્દજ્ઞ્ણૂફૂ) તરીકે ગણવામાં આવી છે.
નોટિસમાં સંબંધિત દુકાનધારકને તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યે ગ્રામ પંચાયત કચેરીમાં હાજર રહી પોતાનો પક્ષ રજૂ કરવા જણાવાયું છે. જો સંબંધિત વ્યક્તિ પાસે જમીન અથવા દુકાન અંગે માલિકી હક, કાયદેસર કબજો કે અન્ય આધારભૂત દસ્તાવેજો હોય, તો તે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, નિયત સમયમર્યાદામાં જરૂરી પુરાવા રજૂ નહીં કરવામાં આવે અથવા દબાણ ન હોવા અંગે સંતોષકારક ખુલાસો નહીં મળે, તો ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ની કલમ ૧૦૫ તથા સંબંધિત નિયમો હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે. હાલમાં આ મામલે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ જારી કરવામાં આવી છે. સંબંધિત દુકાનધારકનો પક્ષ અને રજૂ કરવામાં આવનારા દસ્તાવેજો અંગે નોટિસમાં કોઈ વિગતો આપવામાં આવી નથી. આગામી કાર્યવાહી બાદ જ આ મામલે વધુ સ્પષ્ટતા થઈ શકશે.
